શોધખોળ કરો

Udaipur Murder Case: ઉદયપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કર્યા બાદ લગાવાયું કર્ફ્યૂ, બંને આરોપીની ધરપકડ, સમગ્ર રાજ્યમાં એલર્ટ

રાજસ્થાનના ઉદયપુરમાં ભાજપમાંથી હટાવવામાં આવેલા પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.

Udaipur Murder Case:  રાજસ્થાનના ઉદયપુરમાં ભાજપમાંથી હટાવવામાં આવેલા પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ કન્હૈયા લાલ હતું, તેઓ  દરજી હતા અને પોતાની દુકાન ચલાવતા હતા. તેમણે ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. આરોપી કપડા સિલાઇ કરાવવાના બહાને તેમની દુકાનમાં આવ્યા હતા. આરોપીઓએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો હતો. આ હત્યાને લઈને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ ઉદયપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ સીએમ અશોક ગેહલોતે તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. આવો તમને જણાવીએ અત્યાર સુધીની ઘટના સાથે જોડાયેલી મોટી વાતો.

1 હત્યા બાદ સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. જે બાદ માલદાસ ગલી વિસ્તારની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.

2 ઉદયપુર જિલ્લામાં આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.

3 રાજસમંદના ભીમ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. ભીમ પોલીસ સ્ટેશન ઉદયપુરને અડીને આવેલો વિસ્તાર છે.

4 હત્યા બાદ થયેલા હંગામા બાદ ઉદયપુરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. ઉદયપુર જિલ્લાના ધનમંડી, ઘંટાઘર, હાથીપોલ, અંબામાતા, સૂરજપોલ, ભૂપાલપુરા અને સવિના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 અને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તે આગામી આદેશ સુધી લાગુ રહેશે.

5  રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એડીજીએ કહ્યું કે તમામ એસપી અને આઈજીને રાજ્યવ્યાપી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમે વધુ નિર્ણય લેવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. 600 વધારાની પોલીસ ફોર્સ ઉદયપુર મોકલવામાં આવી છે. ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.હાલમાં મૃતદેહ તે જ સ્થળે છે. જનતાને ઉશ્કેરતી આ ઘટના છે. વીડિયો વાયરલ થયા બાદ મામલો વધુ સંવેદનશીલ બન્યો હતો. પોલીસ અધિકારીઓને પોતપોતાના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે કહેવામાં આવ્યું છે, અધિકારીઓને શક્ય તેટલું ફિલ્ડમાં ઉતરવાનું કહેવામાં આવ્યું છે. રાત સુધીમાં વધુ ફોર્સ પણ મોકલવામાં આવશે.

6 રાજસ્થાન રાજભવન તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે ઉદયપુરની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ લોકોને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. જિલ્લા વહીવટી તંત્રને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

7 રાજસ્થાનમાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે અમે સીએમ સાથે વાત કરી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને પીડિત પરિવારને મદદ કરવામાં આવે. આ ઘટના કોઈ એક વ્યક્તિના કારણે શક્ય નથી, કોઈપણ સંસ્થાના કારણે બની શકે છે. આ ભયાનક અને વહીવટીતંત્રની નિષ્ફળતા છે.

8 રાજસ્થાનના સીએમએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ કોઈ નાની ઘટના નથી, જે થયું તે કોઈની કલ્પના બહાર છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં. દેશમાં આજે તણાવપૂર્ણ વાતાવરણ છે. પીએમ અને અમિત શાહ રાષ્ટ્રને કેમ સંબોધતા નથી ? લોકોમાં તણાવ છે. પીએમએ જનતાને સંબોધીને કહેવું જોઈએ કે આવી હિંસા સહન કરવામાં આવશે નહીં અને શાંતિની અપીલ કરવી જોઈએ.

9 AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યા નિંદનીય છે. આવી હત્યાનો બચાવ કોઈ કરી શકે તેમ નથી. અમે હંમેશા હિંસાનો વિરોધ કર્યો છે. અમારી સરકાર પાસે માંગ છે કે તેઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. કાયદાનું શાસન જાળવવું પડશે.

10  ઉદયપુરની ઘટના બાદ યુપીના તમામ જિલ્લાઓની પોલીસને એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget