Udaipur Murder Case: કન્હૈયાના હત્યારા ગૌસ મોહમ્મદે પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ, રાજસ્થાનના ગૃહરાજ્યમંત્રીનો ખુલાસો
રાજસ્થાનના ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવે કહ્યું હતું કે કન્હૈયા લાલની હત્યામાં સામેલ ગૌસ મોહમ્મદે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી.
Udaipur Murder Case: રાજસ્થાનના ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવે કહ્યું હતું કે કન્હૈયા લાલની હત્યામાં સામેલ ગૌસ મોહમ્મદે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી.
Rajasthan | Teams of Police, NIA, SIT, FSL and ATS reach the spot in Udaipur where a tailor, Kanhaiya Lal was beheaded, yesterday, by two men for allegedly posting content in support of suspended BJP leader Nupur Sharma.
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 29, 2022
Further investigation into the matter is underway. pic.twitter.com/dqsgu7OR3b
'આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાણ હોઇ શકે છે' સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, જે સમાચાર આવી રહ્યા છે, શું પ્લાન હતો, શું કાવતરું હતું, કોની સાથે લિંક છે, શું કોઈ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એજન્સી છે જેની સાથે લિંક છે, બધી બાબતો સામે આવશે. " તેમણે આગળ કહ્યું કે "અમે આને ગંભીરતાથી લઈ રહ્યા છીએ કે આ ઘટના નાની નથી અને જ્યાં સુધી તે આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય સ્તરે આવા કટ્ટરપંથી તત્વ સાથે જોડાયેલી ના હોય ત્યાં સુધી આવી ઘટના બની શકતી નથી. એ જ રીતે તપાસ શરૂ કરવામાં આવી છે.
तो इसको हम उस गंभीरता से ले रहे हैं कि घटना कोई मामूली नहीं है और ऐसे हो नहीं सकती जब तक इसका कोई अंतर्राष्ट्रीय या राष्ट्रीय स्तर पर कुछ जो ऐसे रेडिकल एलिमेंट हैं, उससे लिंक नहीं हो तब तक ऐसी घटना होती ही नहीं है ये अनुभव कहता है, उसी रूप में इसकी जांच-पड़ताल शुरू की गई है।
— Ashok Gehlot (@ashokgehlot51) June 29, 2022
UAPA હેઠળ કેસ નોંધાયો આ પહેલા આજે સીએમ ગેહલોતે ઉદયપુર ઘટના અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ઘટના પ્રથમ દ્રષ્ટીએ આતંક ફેલાવવાના હેતુથી કરવામાં આવી છે. અન્ય દેશોમાં બંને આરોપીઓના સંપર્કોની માહિતી પણ સામે આવી છે. UAPA હેઠળ નોંધાયેલ છે, તેથી હવે NIA દ્વારા વધુ તપાસ કરવામાં આવશે જેમાં રાજસ્થાન ATS સંપૂર્ણ સહકાર આપશે. પોલીસ અને વહીવટીતંત્રે સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ અને ઉપદ્રવ સર્જવાના પ્રયાસો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.