શોધખોળ કરો

Umesh Pal Case Verdict : અતીક અહમદ સહિત ત્રણને આજીવન કારાવાસની સજા, ઉમેશ પાલ અપહરણ કાંડમાં કોર્ટેનો મોટો ચુકાદો

17 વર્ષ જૂના આ અપહરણ કેસમાં કોર્ટે માફિયા અતીક અહમદ અને તેના ભાઈ સહિત 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. 

Umesh Pal Case: પ્રયાગરાજની વિશેષ એમપી-એમએલએ અદાલતે ઉમેશ પાલ અપહરણ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. 17 વર્ષ જૂના આ અપહરણ કેસમાં કોર્ટે માફિયા અતીક અહમદ અને તેના ભાઈ સહિત 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.

કોર્ટે બાહુબલી અતીક અહમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને ઉંમર કેદની સજા ફટકારી છે. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. અતીક અહમદને IPCની કલમ 364A સહિત અનેક કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે અતીક અહમદના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

પ્રયાગરાજ કોર્ટના નિર્ણયથી અતીક અહેમદને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. અતીકના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેના જીવને ખતરો છે. વકીલે કોર્ટ પાસે રક્ષણ માંગ્યું હતું. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અતીકને જેલમાં લાવવામાં આવ્યો છે. આ કોર્ટનો મામલો નથી. તમે હાઈકોર્ટમાં જાવ. રાજ્ય સુરક્ષાનું ધ્યાન રાખશે.

2006માં બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી

વાસ્તવમાં 25 જાન્યુઆરી, 2005ના રોજ ધુમનગંજ વિસ્તારમાં બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. આનો આરોપ અતીક અને તેના ભાઈ અશરફ અને તેના સાગરિતો પર લગાવવામાં આવ્યો હતો. અને 2006માં ધારાસભ્ય રાજુ પાલના સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2007માં જ્યારે માયાવતી સરકાર આવી ત્યારે ઉમેશ પાલ તરફથી આ મામલામાં ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં 11 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

આ કેસની સુનાવણી 23 માર્ચે પૂર્ણ થઈ ગઈ છે આ કેસમાં 11 આરોપીઓમાંથી એકનું મોત થયું છે જ્યારે 10 સામે આરોપ ઘડવામાં આવ્યા છે. આમાં અતીક અહેમદ, તેનો ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ, તેના સાગરીતો આબિદ પ્રધાન, આશિક ઉર્ફે મલ્લી, જાવેદ ઈસરાર, એજાઝ અખ્તર, દિનેશ પાસી અને અન્ય બેનો સમાવેશ થાય છે.

ઉમેશ પાલની પત્ની અને માતા મીડિયાની સામે રડી પડ્યા હતા. તેણે કહ્યું કે જો અતીકને ફાંસી નહીં આપવામાં આવે તો તે કોઈને પણ છોડશે નહીં. આ સિવાય ઉમેશ પાલની પત્ની જયા પાલે કહ્યું, 'અતિકને ફાંસી આપવી જોઈએ, જેથી અશરફ અને અતીક જેવા ગુંડાઓ ફરી જન્મે નહીં. મારા બાળકો અનાથ થઈ ગયા છે. મારા પતિના હત્યારાઓને ફાંસી થવી જોઈએ, જો તે બચી જશે તો હું બચી શકીશ નહીં. અમને યોગી સરકારમાં પૂરો વિશ્વાસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
Embed widget