શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાની રસી આપવાનું ક્યારથી શરૂ થશે, સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને આપી જાણકારી
ભારતમાં હવે કોરોનાની રસની ખૂબ જ ઓછા સમયમાં ઉપલબ્ધ થશે. આ વાતના સંકેત કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને આપ્યા છે.
નવી દિલ્હી: ભારતમાં હવે કોરોનાની રસની ખૂબ જ ઓછા સમયમાં ઉપલબ્ધ થશે. આ વાતના સંકેત કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને આપ્યા છે. તેમણે રવિવારે કહ્યું કે જાન્યુઆરીના કોઈ અઠવાડિયામાં આપણે એ સ્થિતિમાં હશું કે ભારતમાં કોરોના વેક્સિનો પ્રથમ શોટ આપી શકીએ.
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એક નિવેદનમાં કહ્યું, 'અમારી પ્રથમ પ્રાથમિકત્તા રસીની સુરક્ષા અને પ્રભાવશીલતા છે. તેને લઈને અમે કોઈ બાંધછોડ કરવા નથી માંગતા. મને વ્યક્તિગત રીતે લાગે છે કે જાન્યુઆરીમાં કોઈ સપ્તાહમાં આપણે એ સ્થિતિમાં હશું કે ભારતના લોકોને વેક્સિનનો પ્રથમ શોટ આપી શકીએ.'
ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલના સમયે કુલ 8 વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. આ તમામ ટ્રાયલ અલગ-અલગ તબક્કામાં છે. કેટલાક એડવાન્સ તબક્કામાં છે, તો કેટલાક અંતિમ ત્રીજા તબક્કમાં છે.
ઓક્સફોર્ડ અને એસ્ટ્રેજેનેકા વેક્સિન કોવીશીલ્ડ જેનું ટ્રાયલ સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતમાં ચાલી રહ્યું છે. આ વેક્સિનની ટ્રાયલનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને અંતિમ સમયમાં છે. સાઉથ એડિશન માટે ભારતના ડ્રગ રેગુલેટર ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે ઈમરજન્સી યૂઝ ઓથરાઈઝેશનની મંજૂરી માંગી છે.
ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને આઈસીએમઆર દ્વારા બનાવવામાં આવી રહેલી વેક્સિન કોવેક્સિનનું ટ્રોયલ પણ ત્રીજા તબક્કામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement