Mahakumbh 2025: મહાકુંભમાં પહોંચ્યા અમિત શાહ, પરિવાર સાથે આસ્થાની લગાવશે ડૂબકી
Mahakumbh 2025: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પ્રયાગરાજ પહોંચ્યા છે. તેઓએ આજે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. , તેઓ પરિવાર સાથે પ્રયાગ રાજ પહોંચ્યાં છે. અહીં તેમણે સાધુ સંતો સાથે પણ સત્સંગ કર્યો હતો

Mahakumbh 2025: મહાકુંભના મેળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પરિવાર સાથે આસ્થાની ડૂબકી લગાવશે, તેઓ કેટલાક મંત્રીઓ અને પરિવાર સાથે આજે તેઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સાધુ સંતોના આશિષ લીઘા હતા. અમિત શાહે યોગી આદિત્યાનાથ સાથે પણ ઓપચારિક મુલાકાત કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહ જૂના અખાડાના મહંત અવધેશાનંદ ગિરી મહારાજને મળશે અને પ્રસાદ લેશે. ઉપરાંત તેઓ મહાકુંભમાં ગુરુ શરણંદ જી મહારાજ અને ગોવિંદ ગિરીજી મહારાજને પણ મળશે.
ગૃહમંત્રી અમિત શાહે થોડા સમય પહેલા X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, "મહા કુંભ એ સનાતન સંસ્કૃતિના સતત પ્રવાહનું અનોખું પ્રતીક છે. કુંભ આપણા સનાતન જીવનના સંવાદિતા પર આધારિત ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે. આજે એકતા અને અખંડિતતાનો આ મહાન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધાર્મિક નગરી પ્રયાગરાજમાં ઉજવવામાં આવે છે.
અમિત શાહનું વિમાન સવારે 11.30 વાગ્યે બમરૌલી એરપોર્ટ પર ઉતર્યું હતું. સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે સ્વાગત કર્યું. શાહ અહીંથી BSF હેલિકોપ્ટરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) પહોંચ્યા. ત્યારબાદ કારમાં અરેલ ઘાટ ગયા હતા.
હવે સ્ટીમર દ્વારા સંગમ જવાના છે. તેણે સાઇબેરીયન પક્ષીઓને અનાજ ખવડાવ્યું. જુના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદ સહિત અન્ય ઘણા સંતોની મુલાકાત કરી હતી. ઉલ્લેખનિય છે કે તેઓ ડૂબકી લગાવ્યાં બાદ સ્નાન કર્યા પછી, સ્ટીમર દ્વારા કિલા ઘાટ પર જશે, અક્ષય વટના દર્શન કરશે. બપોરે 1.45 કલાકે જુના અખાડા પહોંચશે. ઋષિ-મુનિઓ સાથે મુલાકાત અને ભોજન કરશે. જુના અખાડામાં દોઢ કલાક એટલે કે બપોરે 3.15 વાગ્યા સુધી રહેશે. આ પછી તેઓ દિલ્લી રવાના થશે.
મહાકુંભમાં પહોંચતા પહેલા શાહે લખ્યું- "હું સંગમમાં સ્નાન કરવા આતુર છું". શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સવારથી જ તમામ ઘાટ પર બોટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. લેટે હનુમાન મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ પહોંચી ગયા છે. તેઓ સીએમ યોગી સાથે મહાકુંભમાં ડૂબકી લગાવશે. જુના અખાડામાં સંતો-મુનિઓ સાથે ભોજન કરશે. શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે.

