શોધખોળ કરો
Advertisement
અમિત શાહનો વિપક્ષ પર આરોપ, કહ્યું- CAA પર ભ્રમ ફેલાવીને દંગા કરાવી રહ્યાં છે
CAAના સમર્થનમાં યોજાયેલી જનસભાને સંબોધન કરતા અમિત શાહે કહ્યું, CAAના કાયદાથી દેશના એક પણ મુસલમાન અને લઘુમતીના નાગરિકોનો અધિકાર છીનવાશે નહીં. વિપક્ષ પાર્ટીઓ શા માટે ખોટું બોલી રહી છે.
ભુવનેશ્વર: ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક સભાને સંબોધન કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર CAAને લઈ ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું વિપક્ષના લોકો, પ્રજાને ભડકાવી રહ્યા છે અને દંગા કરાવી રહ્યા છે. નાગરિકતા કાયદાથી કોઈની નાગરિકતા જશે નહીં. આ કાયદો નાગરિકતા આપનારો છે.
CAAના સમર્થનમાં જનસભાને સંબોધન કરતા અમિત શાહે કહ્યું, હું ફરી એકવાર સ્પષ્ટ કહેવા માંગું છું કે, CAAના કાયદાથી દેશના એક પણ મુસલમાન અને લઘુમતીના નાગરિકોનો અધિકાર છીનવાશે નહીં. આ કાયદો નાગરિકતા આપનારો કાયદો છે.
તેઓએ કૉંગ્રેસ, મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને આડે હાથ લેતા કહ્યું કે, આ લોકો CAAનો વિરોધ કરી રહ્યાં છે અને ભ્રમ ફેલાવી રહ્યાં છે કે તેનાથી લઘુમતીઓના નાગરિકોના અધિકાર જતા રહેશે,. શાહે પૂછ્યું તેઓ આટલું બધુ જૂઠું શા માટે બોલે છે ?Union Home Minister Amit Shah in Bhubaneswar: Why is opposition lying about Citizenship Amendment Act (CAA)? I here again repeat that citizenship of any Muslim or minority will not be taken away through CAA, because it is an Act to give citizenship not to take it away. pic.twitter.com/DmoDnFfj14
— ANI (@ANI) February 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion