શોધખોળ કરો
Advertisement
તબલીગી જમાતની હરકતને ક્યા ટોચના મુસ્લિમ નેતાએ ગણાવ્યો ‘તાલીબાની ગુનો’? આ ગુનાને માફ ના કરી શકાય.....
કવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુસ્લિમ ધાર્મિક નેતાઓનાં સંદેશા પણ પોસ્ટ કર્યા છે.
નવી દિલ્હીઃ તબલીગી જમાતનાં નિઝામુદ્દીન મરકઝના જલસાના કારણે કોરોનાવાયરસનો ચેપ વકર્યો તેના કારણે લોકોમાં આક્રોશ છે. કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ આ મુદ્દે તબલીગી જમાતની ઝાટકણી કાઢીને ‘તાલીબાની ગુનો’ કર્યો હોવાનો આક્ષેપ મૂક્યો છે. નકવીએ કહ્યું છે કે, આ બેદરકારી નથી પણ ગંભીર અપરાધ છે.
તબલીગી જમાતની લાપરવાહીથી સેંકડો લોકો કોરોનાવાયરસનુંના તેપનો ભોગ બન્યા છે એવા આક્ષેપો વચ્ચે નકવીએ તબલીગી જમાતની ટીકા કરતા કહ્યું છે કે ‘તેનાં પાપ માફીને લાયક નથી.’
નકવીએ ટ્વીટ કર્યુંરી છે કે, ‘તબલીગી જમાતનો તાલિબાની ગુનો. આ લાપરવાહી નથી. જ્યારે આખો દેશ એક થઇને કોરોનાથી લડી રહ્યો છે તો આવા ગંભીર ગુનાને માફ ના કરી શકાય.’
નકવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુસ્લિમ ધાર્મિક નેતાઓનાં સંદેશા પણ પોસ્ટ કર્યા છે. આ સંદેશાઓમાં ધાર્મિક નેતા લોકોને અપીલ કરી રહ્યા છે કે, તેઓ વાયરસને કાબૂ કરવા માટે લૉકડાઉન અને બીજા દિશાનિર્દેશોનું કડકાઈથી પાલન કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement