શોધખોળ કરો

મોદી સરકારના આ મંત્રીએ માન્યુ દેશમાં ઓક્સીજનની અછત, કહ્યું- ડૉક્ટર-રાજનેતા સંવેદનશીલ થઈને કરે મદદ

કોરોના સંક્રમણના કારણે દેશમાં હાલ સંકટની પરિસ્થિતિ છે. દરરોજ દેશમાં કોરોનાના નોંધાઈ રહેલા ત્રણ લાખથી વધુ કેસના કારણે સ્વાસ્થ્ય સેવાઓ લાચાર બની છે. કોવિડ હોસ્પિટલોમાં બેડ ફુલ છે અને ખાલી હોય તો ત્યાં ઓક્સીજન નથી.

કોરોના સંક્રમણના કારણે દેશમાં હાલ સંકટની પરિસ્થિતિ છે. દરરોજ દેશમાં કોરોનાના નોંધાઈ રહેલા ત્રણ લાખથી વધુ કેસના કારણે સ્વાસ્થ્ય સેવાઓ લાચાર બની છે. કોવિડ હોસ્પિટલોમાં બેડ ફુલ છે અને ખાલી હોય તો ત્યાં ઓક્સીજન નથી. વેન્ટિલેટરનું પણ ગંભીર સંકટ છે. દેશમાં ઓક્સીજનની અછત છે તે ખુદ કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ સ્વીકાર્યું છે. 

કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું દેશમાં કોરોના વાયરસને લઈ હાલ સંકટ છે. એવામાં ડૉક્ટર્સ નર્સ, સામાજિક કાર્યકર્તાઓ અને રાજનેતાઓએ આ સમયે સંવેદનશીલ થઈને લોકોની મદદ કરવી જોઈએ. તેમણે કહ્યું ઓક્સીજનને વધારવાને લઈ સરકાર તરફથી દેશભરમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ઓછો છે ક્યાંય વધારે છે. આ સ્થિતિમાં કોઈનો જીવ ન જવો જોઈએ.

નીતિન ગડકરીએ જણાવ્યું કે અમે મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યાં છીએ. તેથી થોડી તકલીફ તો રહેવાની પરંતુ લોકોના જીવ બચાવવા જરુરી છે અને અમે એ વ્યવસ્થા કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ લોકોના જીવ બચાવવાનો છે.

નીતિન ગડકરીનું આ નિવેદન કેન્દ્ર સરકારને મુશ્કેલીમા મૂકી શકે છે. કારણ કે હજુ એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર જણાવી ચૂકી છે કે દેશમાં ઓક્સિજનની અછત નથી પરંતુ ટ્રાન્સપોર્ટેશન સમસ્યા છે.

એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશમાં ઑક્સિજનની કોઈ અછત નથી, પરંતુ તેને પહોંચાડવાનું કામ સૌથી મોટી સમસ્યા છે. હાલમાં લોકોમાં બિનજરૂરી ગભરામણનો માહોલ થયો છે. ગભરાઈને અમુક લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે, લોકો ડૉક્ટરની સલાહ આપે તો જ દાખલ થાઓ.

ભારતમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર,વેન્ટિલેટરની અછત વર્તાઈ રહી છે. આ દરમિયાન બ્રિટનથી જીવન રક્ષક મદદ પેકેજનો પહેલો જથ્થો રવાના કરી દેવામાં આવ્યો હતો અને જે આજે નવી દિલ્હી પહોંચવાની આશા છે. જેમાં 495 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 120 નોન ઈન્વેજિવ વેન્ટિલેટર અને 20 મેન્યૂઅલ વેન્ટિલેટર સામેલ છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યુ કે મુશ્કેલિના સમયે બ્રિટન ભારતની સાથે ઉભુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget