શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી કેબિનેટે પ્રવાસી મજૂરોને લઈ શું લીધો મોટો નિર્ણય, બીજા કયા મહત્વના ફેંસલા લેવાયા, જાણો વિગત
ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ માટે કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તરણનો ફેંસલો લીધો.
નવી દિલ્હીઃ આજે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં અનેક મહત્વના ફેંસલા લેવામાં આવ્યા. મોદી કેબિનેટે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવાની મંજૂરી આપી હતી.
ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ માટે કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તરણનો ફેંસલો લીધો છે. જેને જુલાઈથી નવેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. પ્રથમ ત્રણ મહિનામાં એક કરોડ 20 લાખ ટન અનાજનું વિતરણ કરાયું હતું. આગામી પાંચ મહિનામાં બે કરોડ ત્રણ લાખ ટન અનાજ વિતરણનું લક્ષ્ય છે. એપ્રિલમાં આશરે 74.3 કરોડ, મેમાં 74.75 કરોડ અને જૂનમાં લગભગ 64.72 કરોડ લાભાર્થીને તેનો ફાયદો મળ્યો છે.
ઉજ્જવલા યોજના અંતર્ગત મળનારા ત્રણ સિલિન્ડરની મુદત જૂનથી વધારીને હવે સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી છે. જેમાં 13,500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
કેબિનેટે EPF યોગદાન 24 ટકા (12 ટકા કર્મચારીનું અને 12 ટકા સંસ્થાનું)ને વધુ ત્રણ મહિના જૂનથી ઓગસ્ટ,2020 સુધી વધારવાની મંજૂરી આપી છે. જેનો કુલ અંદાજિત ખર્ચ 4,860 કરોડ રૂપિયા આવશે અને આ પગલાથી 72 લાખ કરતા વધારે કર્મચારીઓને લાભ થશે.
કેબિનેટ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર) અંતર્ગત ઉપ યોજના તરીકે શહેરી પ્રવાસીઓ, ગરીબો માટે પોસાય તેવા ભાડાના આવાસ પરિસરના વિકાસને મંજૂરી આપી છે. આ ફેંસલાથી આશરે ત્રણ લાખ લોકોને લાભ થશે. પીએમ આવાસ યોજના હેઠળ 1.60 લાખ મકાન પ્રવાસી મજૂરોને ભાડા પર મળશે. 107 શહેરોમાં તૈયાર 1,08,000 ફ્લેટ પ્રવાસી મજૂરોને ભાડા પર અપાશે.
કેબિનેટે જાહેર ક્ષેત્રની ત્રણ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ - ઓરિયન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ માટે 12,450 કરોડ રૂપિયાની મૂડીગત રોકાણને મંજૂરી આપી છે. જેમાં નાણાકીય વર્ષ 2019-20મા કરવામાં આવેલું 2500 કરોડ રૂપિયાનું રોકાણ પણ સામેલ છે.
ન્યૂઝીલેન્ડઃ આઈસોલેશનમાંથી ભાગ્યો ભારતીય, મોલમાં ફર્યો ને 70 મિનિટ પછી.......
દેશના આ રાજ્યના મુખ્યમંત્રી થયા હોમ કોરેન્ટાઈન, થશે કોરોના ટેસ્ટ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion