શોધખોળ કરો
Advertisement
EU સંસદમાં CAA સામે પ્રસ્તાવ પર ભારત ભડક્યું, કહ્યું- આ અમારો આંતરિક.....
ભારત તરફથી આ વિશે કહેવામાં આવ્યું છે કે નવો નાગરિકતા કાયદો પૂરી રીતે ભારતનો આતંરિક મામલો છે. CAA ભારતમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં લાગૂ કરાયો હતો તેને લઇ દેશના કેટલાંય ભાગમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે.
નવી દિલ્હીઃ યૂરોપીયન યૂનિયન સંસદ ભારતના સંશોધિત નાગરિકતા કાયદા સામે કેટલાક સદસ્યો દ્વારા રજુ કરેલા પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન કરશે. સંસદમાં આ સપ્તાહની શરુઆતમાં યૂરોપિયન યૂનાઇટેડ લેફ્ટ નોર્ડિક ગ્રીન લેફ્ટ જીયૂઈ-એનજીએલ સમૂહે પ્રસ્તાવ રજુ કર્યો છે. જેના પર બુધવારે ચર્ચા થશે અને તેના એક દિવસ પછી મતદાન થશે.
ભારત તરફથી આ વિશે કહેવામાં આવ્યું છે કે નવો નાગરિકતા કાયદો પૂરી રીતે ભારતનો આતંરિક મામલો છે. સૂત્રોએ કહ્યું છે કે ભારતને આશા છે કે સીએએ પર યૂરોપિય સંઘના વર્તમાન પ્રસ્તાવના સમર્થક અને પ્રાયોજક તથ્યોના પૂર્ણ આકલન માટે ભારત સાથે વાર્તા કરશે. ઇયુ સંસદે એવી કોઇ કાર્યવાહી કરવી જોઇએ નહીં જેનાથી લોકતાંત્રિક રીતે પસંદ કરાયેલા સંસદન સભ્યોના અધિકારો પર પ્રશ્ન ઉભો થાય.
આ પ્રસ્તાવમાં સંયુકત રાષ્ટ્રના ઘોષણાપત્ર, માનવાધિકારની સાર્વભૌમિક ઘોષણા (યુડીએચઆર)ની કલમ 15 સિવાય 2015મા હસ્તાક્ષરિત કરાયેલા ભારત-યુરોપિયન સંઘ સામરિક ભાગીદારી સંયુકત કાર્ય યોજના અને માનવાધિકારો પર યુરોપિયન સંઘ-ભારત વિષયક સંવાદનનો ઉલ્લેખ કરાયો છે.
પ્રસ્તાવમાં કહેવાયું છે કે સીએઅ ભારતમાં નાગરિકતા નક્કી કરવાની રીતમાં ખતરનાક ફેરફાર કરશે. જેમાં નાગરિકતા વગરના લોકોના સંબંધમાં મોટું સંકટ વિશ્વમાં ઉભું થઈ શકે છે અને મોટી માનવ પીડાનું કારણ બની શકે છે. સીએએ ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં લાગુ કરવામાં આવ્યો હતો. જેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
CAA ભારતમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં લાગૂ કરાયો હતો તેને લઇ દેશના કેટલાંય ભાગમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ભારત સરકારનું કહેવું છે કે નવો કાયદો કોઇની નાગરિકતા છીનવતું નથી પરંતુ તેને પાડોશી દેશોમાં ઉત્પીડનનો શિકાર બનેલા અલ્પસંખ્યકોની રક્ષા કરવા અને તેને નાગરિકતા આપવા માટે લેવાય છે. કેરળ, પંજાબ, અને રાજસ્થાનની વિધાનસભાઓમાં પણ આ કાયદાની વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કરાયો છે.
ભારત સરકારનું કહેવું છે કે આ નવો કાનૂન કોઈની પણ નાગરિકતા લેતો નથી પણ પાડોશી દેશોમાં ઉત્પીડનનો શિકાર થયેલ અલ્પસંખ્યકોની રક્ષા કરવા અને તેને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement