12 વર્ષની છોકરીને 28 વર્ષના યુવક સાથે થઈ ગયો પ્રેમ, 12 વર્ષના સંબંધ પછી બંને લગ્ન કરવા ઘરેથી ભાગ્યાં ને.......
બરેલીના ફતેહગંજ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં રહેતા 40 વર્ષીય જયવરી સિંહને પડોશમાં રહેતી 24 વર્ષીય યુવતી સાથે છેલ્લા 12 વર્ષથી અફેર હતું. બંનેના ઘર બાજુ-બાજુમાં હોવાથી મુલાકાત થતી હતી.
Crime News: પ્રેમ કોઈને ઉંમર બાધ નડતો નથી. ઉત્તરપ્રદેશના બરેલીમાં આવો જ મામલો સામે આવ્યો છે. જ્યાં 40 વર્ષીય શખ્સને 24 વર્ષની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા. હવે બંનેએ પોલીસ સુરક્ષાની માંગ કરી છે. લગ્ન બાદ કપલ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને કહ્યું કે, યુવતીના પરિવારજનો લગ્નની વિરુદ્ધમાં છે અને તેમના જીવને જોખમ છે.
લવ મેરેજ બાદ પોલીસ સુરક્ષા માંગી
બરેલીના ફતેહગંજ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં રહેતા 40 વર્ષીય જયવરી સિંહને પડોશમાં રહેતી 24 વર્ષીય યુવતી સાથે છેલ્લા 12 વર્ષથી અફેર હતું. બંનેના ઘર બાજુ-બાજુમાં હોવાથી મુલાકાત થતી હતી. પ્રેમિકાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે તેને યુવક સાથે પ્રેમ થયો ત્યારે તેની ઉંમર માત્ર 12 વર્ષ હતી.
લાંબા સમયથી ચાલી રહેલા પ્રેમ પ્રસંગ બાદ બંનેએ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો અને 25 જાન્યુઆરીએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા. બંને જિંદગીભર સાથે રહેવા માંગતા હતા પરંતુ લગ્ન બાદ પ્રેમિકાના પરિવારજનો તેમના દુશ્મન બની ગયા હતા. પ્રેમિકાએ વરિષ્ઠ પોલીસ અધિક્ષક કાર્યલયમાં લેખિત ફરિયાદ આપીને પરિવારજનોથી જીવનો ખતરો હોવાનું કહીને સુરક્ષાની માંગ કરી છે.
આ મામલે વરિષ્ઠ પોલીસ અધિક્ષક રોહિત સિંહ સજવાણે કહ્યું કે, આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંને પક્ષોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને મામલો ઉકેલવાની વાત કરી છે. આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.