(Source: ECI/ABP News/ABP Majha)
મોડલ ગુનગુન સુસાઈડ પ્રયાસ મામલે શું થયો ખુલાસો ? જાણીને ચોંકી જશો
ગુનગુન ન્હાતી હોવાનો અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા ગુનગુનને કહેવામાં આવ્યું હતું કે ભીલવાડાના સર્કિટ હાઉસમાં નેતાજી પાસે જઈને આ ફાઈલ પાસ કરાવવાની છે.
Rajasthan Model Gungun Upadhyay Case: જોધપુરમાં મોડલ ગુનગુને 7 માળની હોટલની ટેરેસ પરથી કુદીને આત્મહત્યાની કોશિશ કરી હતી. હોટલમાં હાજર લોકો તરત જ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાંથી ગુનગુનનો બચાવ થયો. હવે આ કેસમાં પોલીસ દ્વારા હની ટ્રેપ અને બ્લેકમેઈલિંગ કેસનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ ગુનગુન ન્હાતી હોવાનો અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા ગુનગુનને કહેવામાં આવ્યું હતું કે ભીલવાડાના સર્કિટ હાઉસમાં નેતાજી પાસે જઈને આ ફાઈલ પાસ કરાવવાની છે.
નેતા સાથે વાંધાજનક વીડિયો બનાવીને મોડલને બ્લેકમેલ કરવા માંગતો હતો આરોપી
જોધપુર પોલીસ કમિશનરેટ ડીસીપી ભુવન ભૂષણ યાદવે જણાવ્યું કે ભીલવાડાના નેતા રામલાલને હનીટ્રેપમાં ફસાવવા માટે સર્કિટ હાઉસ મોકલવામાં આવ્યો હતો. તેઓ નેતા સાથે મોડલનો વાંધાજનક વીડિયો બનાવીને નેતાને બ્લેકમેલ કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા, પરંતુ નેતાએ કામ કરવાની ના પાડી દીધી અને ગુનગુન ત્યાંથી જોધપુર પરત ફરી અને સીધી હોટેલ લોર્ડ પહોંચી. અને હોટેલની છત પરથી કૂદી ગઈ. આ કેસમાં અક્ષત શર્મા અને દીપાલીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અક્ષત શર્મા એક રીઢો ગુનેગાર છે અને તે આ પહેલા પણ ઘણા હનીટ્રેપના કેસને અંજામ આપી ચુક્યો છે.
ગુનગુનને એક કામના આટલા પૈસા મળ્યા
ઉદયપુરથી આવતા પહેલા ગુનગુને તેના પિતા અને ભાઈને એક ઓડિયો મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની સાથે અન્યાય થયો છે, જેના કારણે તે હવે જીવવા માંગતી નથી. પણ પિતાએ ફોન કરીને આજીજી કરી. પિતાએ કહ્યું કે કંઈ ખોટું થશે નહીં, જ્યારે તેઓ તેમની પુત્રીને લેવા રેલવે સ્ટેશન આવવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ફોન આવ્યો કે ગુનગુને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ કામ માટે ગુનગનને ₹35000 આપવામાં આવ્યા હતા.