શોધખોળ કરો
Advertisement
UP: રાહુલ ગાંધી બોલ્યા- PM મોદીના કપડાં ગંદા થઈ જશે, જેના લીધે નથી લેતા ખેડૂતો સાથે સેલ્ફી
આઝમગઢ: કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની કિસાન યાત્રા દરમિયાન રવિવારે આઝમગઢમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી પર વરસ્યા હતા. તેમને કહ્યું કે પીએમ ઓબામા અને ચીનના રાષ્ટ્રપતિની સાથે સેલ્ફી લેવા માટે વિદેશ જાય છે, પરંતુ ખેડૂતોની સાથે સેલ્ફી લેતા નથી, તો ક્યારેય કોઈ ગરીબની સાથે સેલ્ફી લેતા નથી.
રાહુલે કહ્યું કે, વડાપ્રધાન માત્ર અમીર લોકોનું દેવું માફ કરે છે. તેમને ગરીબ લોકોનો એક પૈસો પણ માફ કર્યો નથી. કોંગ્રેસ ઉપાધ્યક્ષે વડાપ્રધાનને નિશાને બનાવીને કહ્યું, ‘તેમનો 15 લાખ રૂપિયાનો સુટ ગંદો થઈ જશે, જેના લીધે તે તમારી વચ્ચે આવતા નથી. ઓબામાને મળવા અમેરિકા જાય છે. તેમને લોકોને પૂછ્યું કે, તમે ક્યારેય નરેંદ્ર મોદીનો કોઈ ગરીબ ખેડૂત સાથે ફોટો જોયો છે? અને તેનો જવાબ પણ રાહુલે આપી દીધો હતો કે, આવો ફોટો ક્યારેય જોવા મળશે નહીં, કારણ તેમના કપડાં ગંદા થઈ જશે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાનની સાથે સમાજવાદી પાર્ટી અને માયાવતીની બસપા સરકાર ઉપર પણ નિશાન સાંધ્યું હતું. તેમને કહ્યું, ‘હાથીને તમે લોકોએ ભગાડી દીધો, સાઈકિલ ફસેલી છે અને આગળ પણ વધી રહી નથી. હવે તમે લોકો હાથને સાથ આપો. અમારી સરકાર બનશે તો અમે તમારું દેવું માફ કરી દઈશું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement