(Source: ECI/ABP News/ABP Majha)
UP Election: BJPએ 91 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી, અયોધ્યાની કોને આપી ટિકિટ?
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 91 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં ચોથા અને પાંચમા તબક્કાના ઉમેદવારોના નામ છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 91 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં ચોથા અને પાંચમા તબક્કાના ઉમેદવારોના નામ છે. ભાજપે પથરદેવાથી કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ સાહી, દેવરિયાથી મુખ્યમંત્રી યોગીના મીડિયા સલાહકાર શલભ મણિ ત્રિપાઠી, ઇટવાથી સતીશ ચંદ્ર દ્વિવેદી, બનસીથી જય પ્રતાપ સિંહ, ગોંડાથી પ્રતીક ભૂષણ સિંહને ટિકિટ આપવામાં આવી છે.
उत्तर प्रदेश विधानसभा चुनाव-2022 के लिए घोषित प्रत्याशियों को हार्दिक बधाई एवं शुभकामनाएं (2/2)#आएगी_बीजेपी_ही pic.twitter.com/cs5Uv6xpZp
— BJP Uttar Pradesh (@BJP4UP) January 28, 2022
યોગી સરકારમાં મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહને ઇલાહાબાદ પશ્વિમથી ટિકિટ અપાઇ છે. ઇલાહાબાદ દક્ષિણથી નંદ કુમાર ગુપ્તાને ટિકિટ અપાઇ છે. સૌથી ચર્ચિત અયોધ્યા બેઠક પરતી વેદ પ્રકાશ ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા છે. તે સિવાય ગોસાઇગંજથી આરતી તિવારી, બીકાપુરથી અમિત સિંહ, રદૌલીથી રામચંદ્ર યાદવ, મિલ્કીપુરથી બાબા ગોરખનાથને ભાજપે ટિકિટ આપી છે.
उत्तर प्रदेश विधानसभा चुनाव-2022 के लिए घोषित प्रत्याशियों को हार्दिक बधाई एवं शुभकामनाएं (1/2)#आएगी_बीजेपी_ही pic.twitter.com/cBWY6HQW3x
— BJP Uttar Pradesh (@BJP4UP) January 28, 2022
યુપી સરકારના મંત્રી સુરેશ પાસીને જગદીશપુર સુરક્ષિત, મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ મોતીને પટ્ટી, મંત્રી નંદ ગોપાલ નંદીને ઇલાહાબાદ દક્ષિણથી ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. આ લિસ્ટમાં ભાજપે નવ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. 13 મંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે. કોગ્રેસ છોડી ભાજપમાં આવેલા પ્રિયંકા ગાંધીની સલાહકાર ટીમના સભ્ય રાકેશ સચાનને ભોગનીપુરથી ઉમેદવાર બનાવ્યા છે.
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........