UP Elections : સપાના ઘરમાં બીજેપીની સ્ટ્રાઇક, મુલાયમસિંહની નાની પુત્રવધુ ભાજપમાં થઇ શકે છે સામેલ
અપર્ણા યાદવની બીજેપી સાથે વાતચીત ફાઇનલ થઇ ગઇ છે, અપર્ણા યાદવે 2017 વિધાનસભા ચૂંટણી લખનઉની કેન્ટ બેઠક પરથી લડી હતી.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ દરેક પક્ષો જોરશોરથી કરી રહ્યાં છે. સત્તાધારી પક્ષ બીજેપી પણ આમાં પોતાનુ તમામ જોર લગાવવા પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફથી પ્રાદેશિક પાર્ટીઓ પણ બીજેપીને ઉખાડી ફેંકવા માટે તમામ હથકંડા અપનાવી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક મોટી રાજકીય ખબર સામે આવી છે કે મુલાયમ સિંહના ઘરમાં બીજેપીની એન્ટ્રી લગભગ નક્કી છે.
સુત્રો અનુસાર, અપર્ણા યાદવની બીજેપી સાથે વાતચીત ફાઇનલ થઇ ગઇ છે, અપર્ણા યાદવે 2017 વિધાનસભા ચૂંટણી લખનઉની કેન્ટ બેઠક પરથી લડી હતી. કેન્ટ વિધાનસભા ક્ષેત્રમાં 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અપર્ણા યાદવ બીજા નંબર પર રહી હતી. તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બહુગુણા જોશી સામે હારી ગઇ હતી. જોકે અપર્ણા યાદવને લગભગ 63 હજાર મતો મળ્યા હતા. ખાસ વાત છે કે અપર્ણા યાદવ મુલાયમ સિંહની નાની પુત્રવધુ છે.
સમાજવાદી પાર્ટીની નાની વહુ અપર્ણા યાદવ હંમેશાથી જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ અને પીએમ મોદીની પ્રસંશા કરતી આવી છે. એટલે સુધી કે તેને રામ મંદિર માટે 11 લાખ 11 હજારનો ફાળો પણ આપ્યો હતો. આની સાથે દત્તાત્રેય હોસબલેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક બનાવવા પર તેની સાથે પોતાની તસવીર પણ શેર કરી હતી. એટલે માની શકાય કે સપાના ઘરમાં જ બીજેપીએ મોટી સ્ટ્રાઇક કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, 10 ફેબ્રુઆરી 2022માં યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવવાનુ છે.
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે