દવા ખરીદવાના બહાને બોલાવીને સાવકી બહેને જ બહેન પર કરાવ્યો ગેંગરેપ
એસએચઓ અમરેંદ્ર બહાદુર સિંહે કહ્યું, સગીરા બસની સીટ નીચે પડેલી મળી હતી. તેની સાથે એક યુવતી અને સગીર પણ હતો.
સુલતાનપુરઃ ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરમાં એક સગીરા સાથે ગેંગરેપના આરોપમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. રેપ પીડિતા પોલીસને બસની સીટ નીચેથી મળી હતી. ખાનગી લકઝરી બસને ચેકિંગ દરમિયાન અટકાવીને તલાશી લેવામાં આવતી હતી ત્યારે સગીરા મળી આવી હતી.
એસએચઓ અમરેંદ્ર બહાદુર સિંહે કહ્યું, સગીરા બસની સીટ નીચે પડેલી મળી હતી. તેની સાથે એક યુવતી અને સગીર પણ હતો. સુલતાનપુર પોલીસ અધિક્ષક વિપિન મિશ્રાએ કહ્યું, છોકરીને એક ઘરમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
પૂછપરછ દરમિયાન છોકરીએ જણાવ્યું કે, તેની સાવકી બહેને દવા ખરીદવાના બહાને ફોન કરીને બોલાવી હતી. જે બાદ તેને શિવપૂજન સિંહ નામના એક વ્યક્તિના ઘરે લઈ જવામાં આવી હતી. જ્યાં તેની સાથે ત્રણ લોકોએ દુષ્કર્મ કર્યુ હતું. જે બાદ તેને બસમાં લઈ જઈને સીટ નીચે છોડી દેવામાં આવી હતી.
પીડિતાની સાવકી બહેન, બસ ચાલક અને બસમાં સવાર અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. એસએચઓએ જણાવ્યું કે, મેડિકલ તપાસ બાદ છોકરીને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે.
જૂનાગઢમાં રેલ્વે ફાટકની ઓરડીમાં યુવતીએ નિર્વસ્ત્ર થઈને યુવકનાં પણ બધાં કપડાં કાઢી નાખ્યાં ને પછી...........
શહેરમાં હનીટ્રેપની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ પૈસાની તંગી પૂરી કરવા માટે યુવતી સાથે મળીને ફરિયાદીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. યુવતીની ફાટકની ઓરડીમાં મોકલી યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, જોકે, પોલીસે ટ્રેપ ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ પછી યુવતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, ગત 25મી જૂને રાત્રે 8 વાગ્યે સબીના ઉર્ફે સબુ ધોરાજી રેલ્વે ફાટક પાસે આવેલી ઓરડીમાં ગઈ હતી. તેમજ ગેઇટ કિપર સામે જ યુવતી નિર્વસ્ત્ર થઈ ગઈ હતી અને પછી તેના પણ પરાણે કપડા કાઢી નાંખ્યા હતા. આ જ સમયે સલમાન તયબભાઇ વિશળ, બસીર હબીબભાઇ સુમરા અને આર્યન ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવક-યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો તેમજ આ પછી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ તાલુકા પોલીસને આ અંગે જાણ કરતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું.
ગેઇટ કિપરે પોલીસની મદદ લેતા પોલીસે છટકું ગોઠવું આરોપીઓને 3 લાખ રૂપિયા લેવા માટે બોલાવ્યા હતા. જે રૂપિયા લેવા આવતાં સલમાન તૈયબભાઇ વિશળ, બસીર ઉર્ફે ટકો હબીબભાઇ સુમરા અને આર્યન યુનુસ ઠેબાને ઝડપી પાડ્યા હતા. આ પછી આરોપી યુવતી સબીનાને પણ પકડી લેવામાં આવી છે.