ભાજપ શાસિત આ રાજ્યમાં એક હજાર બિન મુસ્લિમોનું કરાવાયું ધર્માંતરણ, ખુદ પોલીસે કર્યો ખુલાસો
ધર્માંતરણ કરાવવાના આરોપમાં પોલીસે મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર કાસમીની પોલીસે ધરપકડ કરી છે. એક રિપોર્ટ પ્રમાણે ઉમર ગૌતમે સાડા ત્રણ વર્ષ પહેલા 20 વર્ષની વયે ધર્માંતરણ કરીને હિન્દુ ધર્મ છોડી ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. જે બાદ તે દિલ્હીના જામિયાનગર વિસ્તારમાં ઈસ્લામિક સેંટર ચલાવતો હતો.
લખનઉઃ ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં પોલીસે લાલચ આપીને કરાવવામાં આવતા ધર્મ પરિવર્તન રેકેટનો મોટો ખુલાસો કર્યો છે. યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આશરે એક હજાર લોકોનું ધર્મ પરિવર્તન કરાવાયું છે. આ મુદ્દે દિલ્હાથી બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
કેવા લોકોનું કરાવાતું હતું ધર્મ પરિવર્તન
પોલીસના કહેવા મુજબ બેરોજગાર, ગરીબ પરિવાર અને મૂક બધિર લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. યૂપી એટીએસે બે આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસે મુજબ લોકોને લાલચ આપીને જબરદસ્તીથી તેમનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. ધર્મ પરિવ્રર્તન માટે આઈએસઆઈના ફંડિંગનો મામલો પણ સામે આવ્યો છે.
ધર્મ પરિવર્તન બાદ મહિલાઓના કરાવાતા હતા લગ્ન
પોલીસે જણાવ્યું કે ધર્મ પરિવર્તન બાદ મહિલાઓના લગ્ન પણ કરાવાયા છે. આ કામ માટે એક ટોળકી કામ કરતી હતી. આ લોકોનું રેકેટ અન્ય રાજ્યોમાં પણ સક્રિય હોવાની વાત સામે આવી છે. યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું, છેલ્લા એક વર્ષમાં 350 લોકોનું ધર્માંતરણ કરાવાયું છે. નોઇડાની એક મૂકબધિર સ્કૂલના 18 બાળકોનું પણ ધર્માંતરણ કરાવાયું છે. અત્યાર સુધીમાં એક હજારથી વધારે લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી ચુક્યું છે. આ સમગ્ર રેકેટ બે વર્ષથી ચાલતું હતું. આ મામલે વિદેશી ફંડોના પુરાવા પણ મળ્યા છે. તેમણે કહ્યું કે, લોકોને ડરાવી-ધમકાવી અને લાલચ આપી ધર્માતરણ કરાવવામાં આવતું હતું.
UP ATS arrested two persons for their involvement in religious conversion on pretext of money, job & marriage of people from weaker economic sections & students. Probe revealed accused were funded by some international organisations including ISI: Prashant Kumar, ADG Law & Order pic.twitter.com/pLhzMTEkK8
— ANI UP (@ANINewsUP) June 21, 2021
ધર્માંતરણ કરાવવાના આરોપમાં પોલીસે મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર કાસમીની પોલીસે ધરપકડ કરી છે. એક રિપોર્ટ પ્રમાણે ઉમર ગૌતમે સાડા ત્રણ વર્ષ પહેલા 20 વર્ષની વયે ધર્માંતરણ કરીને હિન્દુ ધર્મ છોડી ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. જે બાદ તે દિલ્હીના જામિયાનગર વિસ્તારમાં ઈસ્લામિક સેંટર ચલાવતો હતો.
કાર ખરીદવા માંગતા લોકો માટે માઠા સમાચાર, આગામી મહિનાથી આ કંપની વધારશે ભાવ