શોધખોળ કરો
યુપી એન્કાઉન્ટરઃ 50 હજારની ઇનામી ગુંડા હનુમાન પાંડેનું પોલીસે કર્યુ એન્કાઉન્ટર, જાણો કયા હત્યાકાંડમાં હતો સામેલ
પાંડે પર લખનઉ અને ગાંજીપુરમાં એક કેસ, રાયબરેલીમાં બે કેસ નોંધાયેલા હતા. આ ઉપરાંત મઉમાં પાંડે પર 6 કેસ નોંધાયેલા હતા

લખનઉઃ યુપીમાં પોલીસ દ્વારા વધુ એક ગુંડાતત્વનુ એન્કાઉન્ટર કરાયુ છે, પોલીસે 50 હજારના ઇનામી ગુંડા હનુમાન પાંડેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ગુંડો હનુમાન ઉર્ફે રાકેશ પાંડેને મુખ્તાર અંસારી અને મુન્નાર બજરંગીનો નજીકનો માનવામાં આવતો હતો. પાંડે બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય હત્યાકાંડમાં પણ આરોપી હતો. હનુમાન પાંડે પર 50 હજાર રૂપિયાનુ ઇનામ જાહેર થયેલુ હતુ. બે જિલ્લામાં 25-25 હજાર રૂપિયા બદમાશ હનુમાન પર ઇનામ જાહેર કરવામાં આવ્યુ હતુ. જાણકારી અનુસાર પોલીસે ગુંડાને લખનઉમાં સરોજીની નગરમાં અથડામણ થઇ જેમાં ગુંડાને ઠાર માર્યો હતો. મુન્ના બજરંગીની હત્યા બાદ ગુંડો હનુમાન મુખ્તાર અંસારી ગેન્ગનો મોટો શૂટર બની ગયો હતો. હનુમાન પાંડે અને બીજી કેટલીક સનસનીખેજ કાવતરાને અંજામ આપી ચૂક્યા હતો. પાંડે પર લખનઉ અને ગાંજીપુરમાં એક કેસ, રાયબરેલીમાં બે કેસ નોંધાયેલા હતા. આ ઉપરાંત મઉમાં પાંડે પર 6 કેસ નોંધાયેલા હતા. આવી રીતે થયુ એન્કાઉન્ટર એસટીએફના એસએસપી સુધીર કુમાર સિંહે જાણકારી આપતા જણાવ્યુ કે, બનારસ એસટીએફ અને લખનઉની ટીમ પાંડેનો પીછો કરી રહ હતી. ત્યારબાદ સરોજીની નગરમાં બદમાશની ગાડી ઝાડ સાથે અથડાઇ ગઇ, બાદમાં બદમાશોએ બચવા માટે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. આ ક્રોસ ફાયરિંગમાં એક બદમાશ ઘાયલ થઇ ગયો, જેને હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સુધીર કુમાર સિંહે જણાવ્યુ કે, બદમાશની સાથે ચાર લોકો બીજા હતા, જે મોકોના ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા.
વધુ વાંચો





















