ખુદને પૂર્વ વડાપ્રધાનના ખાનદાનના હોવાનું જણાવે છે ધર્માંતરણ કરનાર આ આરોપી, જાણો શું થયો ચોંકાવનારો ખુલાસો
ઉમર ગૌતમ મૂળરૂપે ફતેહપુરના પંથુઆ ગામના નિવાસી છે. ઉમર વર્ષ 1984માં 20 વર્ષની ઉંમરે નૈનીતાલમાં ધર્માંતરણ કર્યું હતું.
લખનઉ:એ ટીએસે સોમવારે ધર્માંતરણના મામલે જે મોહમ્મદ ઉમરની ધરપકડ કરી છે. તે ખુદ પૂર્વ પ્રધાનમંત્રીના ખાનદાનનો હોવાનો દાવો કરે છે. ઉંમર ગૌમત મૂળ ફતેહપુરના પંથુઆ ગામનો નિવાસી છે. તેમનું નામ શ્યામ પ્રતાપ સિહ ગૌતમ હતું. તે રાજપૂત પરિવારનો સભ્ય હતો. એટીએસે દાવો કર્યો કે, તે પૂર્વ પ્રધાનમંત્રી વીપી સિહંના ખાનદાનનો છે.
એડજી પ્રશાંત કુમારના મુજબ ઉમરના પિતા ધનરાજ સિંહ એડીઓ પંચાયત પદથી સેવાનિવૃત હતા. તેમણે ધોરણ આઠ સુધીનો અભ્યાસ રમવા પરિષદીય સ્કૂલથી કર્યો હતો. અભ્યાસમાં હોશિંયાર હોવાથી તેમણે 12માં ધોરણ સુધીનો અભ્યાસ ગોપાલગંજની ઇન્ટર કોલેજમાં કર્યો હતો. ત્યારબાદ તેમના પિતાએ તેમની બીએસસી માટે કૃષિ વિશ્વ વિદ્યાલય ઉત્તરાખંડ મોકલ્યો હતો. અહીં ઉત્તરાખંડ હોસ્ટેલમાં રહેવા દરમિયાન તેમને પેટમાં ઇજા થઇ હતી. આ સમયે એક મુસ્લિમ વિદ્યાર્થીએ તેમની મદદ કરી હતી. તે સમયે તે ઉમરને તેમની સાયકલમાં બેસાડીને હોસ્પિટલ લઇ ગયો હતો. તે ઉમરને વારંવાર મસ્જિદ પણ લઇ જતો હતો. આ સમય દરમિયાન તેમણે હિન્દીમાં કુરાન વાંચ્યું અને તે આ ધર્મથી પ્રભાવિત થઇ ગયો. ઉમરે 1984માં 20 વર્ષની ઉંમરે નૈનીતાલમાં ધર્માતરણ કર્યું હતું.
ઉમરને પાંચ ભાઇઓ છે. તેમણે ખેસહન ગામની રાજેશ કુમારી સાથે લગ્ન કર્યો હતા. ઉપરાંત તેમણે અલીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન એક મુસ્લિમ યુવતી સાથે નિકાહ કર્યાં હતા. પહેલી પત્નીને જ્યારે ધર્માંતરણની જાણ થઇ તો બબાલ મચી ગઇ. જો કે રાજેશકુમારી અને તેના બાળકો ધર્માંતરણ નહી કરાવે તે શરત બંને વચ્ચે સમાધાન થયું હતું.
જો કે થોડા સમય બાદ ઉમર પત્ની અને બંને બાળકોને લઇને દિલ્લી જતો રહ્યો. અહી તેમનું પણ ધર્માંતરણ કરાવીને તેમને પણ મુસ્લિમ બનાવી દેવાયા. પત્નીનું નામ રાજેશ કુમારીથી રજિયા કરી દીધું.દિકરીનું નામ તકદીશ અને દીકરાનું નામ આદિત્ય રાખ્યું. ત્યારબાદ દિલ્લીમાં તેમણે ઇસ્લામિક દાવા સેન્ટર ખોલીને લાલચ આપીને હિન્દુને મુસ્લિમ બનાવવાનું કામ શરૂ કર્યું. એટીએસના અધિકારીઓનું કહેવું છે કે, પિતાને ઉમરની હકિકતની જાણ થતાં તેમણે ઉમરના પરિવારને તેમના પરિવારથી અલગ કરી દીધો. એટીએસ ઉમર વિશે નાનામાં નાની જાણકારી મેળવી રહી છે.