શોધખોળ કરો
Advertisement
યુપીમાં 24 વર્ષની યુવતીએ એકસાથે 25 સ્કૂલમાં નોકરી કરીને લીધો 1 કરોડ રૂપિયા પગાર, જાણો કઈ રીતે ફૂટ્યો ભાંડો ?
૨૫ જિલ્લાની સ્કૂલોમાં નોકરી કરનાર શિક્ષિકા અનામિકા શુક્લા શનિવારે કાસગંજ જિલ્લાની સ્કૂલમાં રાજીનામુ આપવા આવી હતી.
કાસગંજઃ ઉત્તર પ્રદેશમાં ૨૫ સ્કૂલોમાં અભ્યાસ કરાવનાર અને ૧૩ મહિનામાં એક કરોડ રૂપિયાનો પગાર લેનારી શિક્ષિકા અનામિકા શુક્લાની શનિવારે કાસગંજ પોલીસે ધરપકડ કરી હતી. કાસગંજ જિલ્લામાં પોલીસ ઈન્સ્પેક્ટર રિપુદમન સિંહે કહ્યું હતું કે અનામિકા શુક્લા પર એક સાથે ૨૫ જિલ્લાની સ્કૂલોમાં નકલી દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી કરી નોકરી અને પગાર મેળવવાનો આરોપ છે.
૨૫ જિલ્લાની સ્કૂલોમાં નોકરી કરનાર શિક્ષિકા અનામિકા શુક્લા શનિવારે કાસગંજ જિલ્લાની સ્કૂલમાં રાજીનામુ આપવા આવી હતી. માહિતી મળતા જ કાસગંજ પોલીસે તેની ધરપકડ કરી હતી. બીએસએ અંજલી સિંહે અનામિકા શુક્લા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવી છે. પોલીસ સૂત્રો મુજબ અનામિકા શુક્લાએ પિતાનું નામ રાજેશ જણાવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ અટકાયતમાં અનામિકા શુક્લાએ કહ્યું કે તે હાલમાં ગૌંડાથી બીએડ કરી રહી છે. તેની નોકરી મૈનપુરી જિલ્લાની એક વ્યક્તિએ અપાવી હતી. તેનું નામ રાજ છે. આ સંદર્ભમાં મહિલાની વધુ પૂછપરછ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement