યુપીમાં SIR પછી 2.89 કરોડ મતદારોના નામ કમી થતા ભાજપમાં ફફડાટ: આ 10 શહેરોમાં મોટો ફટકો
Uttar Pradesh voter list: ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી મતદાર સુધારણા પ્રક્રિયા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

Uttar Pradesh voter list: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) રાજકીય ગરમાવો વધી ગયો છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા બાદ રાજ્યમાં અંદાજે 2.89 કરોડ જેટલા મતદારોના નામ યાદીમાંથી ગાયબ થતા સત્તાધારી પક્ષ ભાજપ (BJP) ની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખાસ કરીને શહેરી વિસ્તારો, જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યાં જ સૌથી મોટું ગાબડું પડ્યું હોવાથી લખનૌથી લઈને દિલ્હી સુધી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ભાજપના મજબૂત ગઢમાં જ મતદારો ઘટ્યા
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી મતદાર સુધારણા પ્રક્રિયા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં કુલ 2.89 કરોડ મતદારો (Voters) ના નામ યાદીમાંથી કમી થયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જે 10 મુખ્ય જિલ્લાઓમાં સૌથી વધુ નામ કમી થયા છે, તેમાં લખનૌ, પ્રયાગરાજ, કાનપુર, આગ્રા, ગાઝિયાબાદ, બરેલી, મેરઠ અને ગોરખપુરનો સમાવેશ થાય છે.
આ શહેરો પરંપરાગત રીતે ભાજપની વોટબેંક (Vote Bank) ગણાય છે. આ 7 જિલ્લાઓમાં કુલ 61 વિધાનસભા બેઠકો (Assembly Seats) આવેલી છે, જેમાંથી 47 પર ભાજપ અને 2 પર તેમના સાથી પક્ષોનો કબજો છે. આમ, સીધો ફટકો સત્તાધારી પક્ષને પડી રહ્યો છે.
BLO ની બેદરકારી અને ભાજપનું 'ડેમેજ કંટ્રોલ'
સીએમ યોગી આદિત્યનાથે પણ આ મુદ્દે ગંભીર નોંધ લીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે બૂથ લેવલ ઓફિસર્સ (BLO) દ્વારા ઘણી જગ્યાએ ગંભીર ક્ષતિઓ રહી ગઈ છે. જેમ કે, સર્વે દરમિયાન જો કોઈના ઘરે તાળું મારેલું હોય તો તેમને સીધા 'ગેરહાજર' ગણીને નામ કમી કરી દેવામાં આવ્યા છે. લખનૌ જેવા શહેરોમાં નોકરી કરતા ગ્રામીણ લોકોના નામ શહેરી યાદીમાંથી રદ થયા છે.
આ નુકસાન ભરપાઈ કરવા માટે ભાજપ હવે એક્શન મોડમાં છે. લખનૌ ખાતે નેતાઓ અને કાર્યકરો માટે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 31 December ના રોજ પ્રસિદ્ધ થનારી ડ્રાફ્ટ યાદી (Draft List) ને ઝીણવટપૂર્વક તપાસવા સૂચના અપાઈ છે. બૂથ પ્રમુખોને 5-6 કાર્યકરો સાથે મળીને યાદી ચેક કરવા અને ખોટી રીતે ઉમેરાયેલા નામો સામે 'ફોર્મ 7' ભરવા આદેશ અપાયા છે.
કયા શહેરમાં કેટલા મતદારોના નામ કમી થયા? (ચોંકાવનારા આંકડા)
રાજધાની લખનૌમાં અગાઉ 4 Million (40 લાખ) મતદારો હતા, પરંતુ SIR માં માત્ર 2.8 Million (28 લાખ) ફોર્મ જ ભરાયા છે, એટલે કે સીધા 12 Lakh મતદારો ઘટ્યા છે. અન્ય શહેરોની સ્થિતિ નીચે મુજબ છે:
પ્રયાગરાજ (Prayagraj): 11.56 Lakh મત રદ
કાનપુર નગર (Kanpur): 9.02 Lakh મત રદ
આગ્રા (Agra): 8.36 Lakh મત રદ
ગાઝિયાબાદ (Ghaziabad): 8.18 Lakh મત રદ
બરેલી (Bareilly): 7.14 Lakh મત રદ
મેરઠ (Meerut): 6.65 Lakh મત રદ
ગોરખપુર (Gorakhpur): 6.45 Lakh મત રદ
સીતાપુર (Sitapur): 6.23 Lakh મત રદ
આ આંકડાઓ ભાજપ માટે લાલ બત્તી સમાન છે. આગ્રા અને ગોરખપુર જેવા જિલ્લાઓ જ્યાં તમામ બેઠકો ભાજપ પાસે છે, ત્યાં લાખોની સંખ્યામાં મતદારો ઘટવા એ આગામી ચૂંટણીઓ માટે મોટો પડકાર બની શકે છે. ફેબ્રુઆરીમાં આવનારી ફાઈનલ યાદી પહેલા ભાજપ આ ભૂલો સુધારવા મરણિયા પ્રયાસો કરી રહ્યું છે.





















