શોધખોળ કરો
Advertisement
સવર્ણોને 10 ટકા અનામત આપનારું બિલ બન્ને ગૃહમાં પાસ, જાણો આગળ શું થશે?
નવી દિલ્હી: લોકસભા બાદ રાજ્યસભામાં સવર્ણ અનામત બિલ પાસ થઇ ગયું છે. આર્થિક રીતે નબળા સવર્ણોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપનારું 124મું સંવિધાન સંશોધન બિલ બુધવારે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. આ પહેલા ગઈકાલે લોકસભામાં પણ પસાર થયું હતું. હવે આ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ આ ખરડો કાનૂન બનશે.
રાજ્યસભામાં બિલના પક્ષમાં 165 વોટ પડ્યા અને વિપક્ષમાં માત્ર સાત વોટ પડ્યા હતા. જ્યારે બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલાના વિરુદ્ધ 155 વોટ પડ્યા હતા. આ અનામત વર્તમાન 49.5 ટકા અનામતનથી ઉપર હશે. તેના માટે સંવિધાનમાં સંશોધન કરવું જરૂરી હતું. આ અનામત લાભ વાર્ષિક 8 લાખની આવક અને પાંચ હેક્ટરની જમીન ધરાવતા ગરીબ સવર્ણ ઉઠાવી શકશે. નોંધનીય છે કે સંવિધાન સંશોધન બિલને દેશની 50 ટકા વિધાનસભાઓમાંથી પણ પસાર કરવાનું હોય છે. પરંતુ નાણામંત્રી અરુણ જેટલીએ મંગળવારે લોકસભામાં કહ્યું હતું કે, આ ખરડાને 50 ટકા રાજ્ય વિધાનસભામાંથી મંજૂરીની જરૂર નથી. સંવિધાનમાં મૂળભૂત અધિકારોની જોગવાઈના સંબંધમાં તેની જરૂરત નથી પડતી. પ્રોમોશનમાં અનામત સમયે પણ આવું થયું હતું.વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બોલિવૂડ
Advertisement