શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારત સાથે કયા-કયા મુદ્દાઓ પર વાતચીત કરીને મોટી ડીલ કરી શકે છે, જાણો વિગતે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, મને ભારતીય વધુ પસંદ છે, અને ભારત ગમે છે. છેલ્લે ટ્રમ્પે ગોડ બ્લેસ ઇન્ડિયા, ગોડ બ્લેસ અમેરિકા, એન્ડ લવ યુ ઇન્ડિયા કહીને પોતાનું ભાષણ સમાપ્ત કર્યુ હતું
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિનો આજે ભારત પ્રવાસનો છેલ્લો દિવસ છે, ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર 36 કલાક માટે ભારત પ્રવાસે આવ્યા છે. પ્રથમ દિવસે અમદાવાદ અને બીજા દિવસે દિલ્હીમાં પોતાના સમય વિતાવશે. હવે રિપોર્ટ છે કે ટ્રમ્પ ભારત સાથે આજે કેટલીક ડીલ પર વાતચીત કરી શકે છે.
માનવામાં આવી રહ્યુ છે કે, બપોરે 12.40 વાગે મુલાકાત બાદ ડોનાલ્ડ્ર ટ્રમ્પ કેટલાક કરારો પર સહીઓ કરી શકે છે, બાદમાં બન્ને નેતાઓનુ સંયુક્ત નિવેદન આપશે. આમાં ખાસ કરીને ત્રણ અબજ ડૉલરની કિંમતના અત્યાધુનિક સૈન્ય હેલિકૉપ્ટર અને અન્ય ઉપકરણો માટે કરારો થઇ શકે છે.
આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ, ડેરી, ડેટા સંરક્ષણ અને સ્થાનીયકરણ, ઇ-કોમર્સ તથા અન્ય ક્ષેત્રોમાં સંબંધિત મુદ્દાઓ પર પણ વાતચીત થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, મને ભારતીય વધુ પસંદ છે, અને ભારત ગમે છે. છેલ્લે ટ્રમ્પે ગોડ બ્લેસ ઇન્ડિયા, ગોડ બ્લેસ અમેરિકા, એન્ડ લવ યુ ઇન્ડિયા કહીને પોતાનું ભાષણ સમાપ્ત કર્યુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion