શોધખોળ કરો

US Report: ભારતમાં પાકિસ્તાન કરી શકે છે મોટો આતંકી હુમલો! અમેરિકાના ગુપ્તચર અહેવાલમાં દાવો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનના સંબંધો તણાવપૂર્ણ રહેશે. વિવાદિત સરહદની બંને બાજુઓ પર લશ્કરી હાજરી બે પરમાણુ શક્તિઓ વચ્ચે જોખમ વધારે છે.

US Report On India-Pakistan: અમેરિકાએ ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં એ વાતને લઈને ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે કે પાકિસ્તાન ભારતની અંદર મોટો આતંકી હુમલો કરી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા (એલઓસી) પર સંઘર્ષ વધી શકે છે. કોમ્યુનિટી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો ભારત વિરોધી આતંકવાદીઓ અને આતંકવાદી જૂથોને સમર્થન કરવાનો લાંબો ઈતિહાસ છે. આ જોતાં નિયંત્રણ રેખા પર સંભવિત અથડામણ અમેરિકા માટે ચિંતાનો વિષય છે.

મોદી સરકાર સૈન્ય જવાબ આપી શકે છે

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે નવી દિલ્હીમાં વર્તમાન સરકારના વલણને જોતા આ વધુ સંભવ છે. આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર પાકિસ્તાનની કોઈપણ ઉશ્કેરણીનો જવાબ સૈન્ય બળથી આપે તેવી પ્રબળ સંભાવના છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "વધારે આવેલા તણાવ અંગે દરેક પક્ષની ધારણા હિંસક સંઘર્ષના જોખમોને વધારે છે. કાશ્મીરમાં હિંસક અશાંતિ અથવા ભારતમાં આતંકવાદી હુમલો સંભવિત ફ્લેશપોઈન્ટ છે."

ભારતે જોરદાર જવાબ આપ્યો છે

ભારતે તેના પહેલા આતંકી હુમલાને લઈને પાકિસ્તાનમાં મોટી કાર્યવાહી કરી છે. ઉરી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, જ્યારે પુલવામા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરીને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા.

શું છે ભારત-ચીન સંબંધોના રિપોર્ટમાં?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનના સંબંધો તણાવપૂર્ણ રહેશે. વિવાદિત સરહદની બંને બાજુઓ પર લશ્કરી હાજરી બે પરમાણુ શક્તિઓ વચ્ચે જોખમ વધારે છે. ભારત અને ચીન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ અમેરિકાના હિત અને નાગરિકો માટે સીધો ખતરો બની શકે છે.

ભારત અને ચીન બંને તરફથી સૈન્ય હાજરીમાં વધારો કરવામાં આવ્યો છે

અમેરિકા સાથે વ્યૂહાત્મક દુશ્મનાવટ માટે ચીન પરમાણુ શસ્ત્રો પર તેની સ્થિતિ બદલી રહ્યું છે. તેના નેતાઓને લાગે છે કે તેમની વર્તમાન ક્ષમતાઓ અપૂરતી છે. ચીનને ચિંતા છે કે દ્વિપક્ષીય તણાવ, યુએસ પરમાણુ હથિયારોના આધુનિકીકરણ અને પીએલએની વધતી જતી પરંપરાગત ક્ષમતાઓને કારણે યુએસ તરફથી પ્રથમ યુદ્ધની શક્યતા વધી ગઈ છે. ચીનને એવી સમજૂતીઓમાં રસ નથી કે જે તેની યોજનાઓને મર્યાદિત કરે. તે જ સમયે, તે એવી વાતચીત માટે તૈયાર નથી જે અમેરિકા અથવા રશિયાના ફાયદામાં જાય. તેની પરમાણુ પ્રતિરોધક ક્ષમતામાં બેઇજિંગનો વધતો વિશ્વાસ પરંપરાગત સંઘર્ષોનું જોખમ વધારે છે. ચીન સેંકડો નવા ICBM સિલોઝ (આંતરખંડીય મિસાઇલો રાખવા માટેની જગ્યાઓ) બનાવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget