(Source: ECI/ABP News/ABP Majha)
Uttarakhand Exit Poll 2024: ઉત્તરાખંડમાં BJP લગાવશે હેટ્રીક કે INDIA નું ખાતુ ખુલશે ? જાણો એક્ઝિટ પોલ
લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચૂંટણીને લઈને ABP-CVoterનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે.
Uttarakhand Lok Sabha Election Exit Poll 2024: લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચૂંટણીને લઈને ABP-CVoterનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે, જેમાં ઉત્તરાખંડને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ વખતે ઉત્તરાખંડમાં ભાજપ છેલ્લા બે વખતથી સતત પાંચેય બેઠકો જીતી રહ્યું છે. આ વખતે પાર્ટી હેટ્રીક ફટકારવાના ઈરાદા સાથે મેદાનમાં છે. આવી સ્થિતિમાં, એક્ઝિટ પોલના આંકડાઓ પરથી રાજ્યની સ્થિતિ ઘણી હદ સુધી સ્પષ્ટ જણાય છે.
ઉત્તરાખંડમાં લોકસભાની પાંચ બેઠકો છે. આ બેઠકો પર ભાજપ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો હતો. ઉત્તરાખંડને લઈને ABP સીવોટરના એક્ઝિટ પોલમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભાજપને ફરી એકવાર રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. જો કે ઈન્ડિયા ગઠબંધન પણ એક-બે જગ્યાએ ટક્કર આપતુ જોવા મળે છે.
સીટોની વાત કરીએ તો આ વખતે ભાજપ ઉત્તરાખંડમાં 4-5 સીટો જીતી શકે છે. વિપક્ષી છાવણી એટલે કે ઈન્ડિયા એલાયન્સને તેના ખાતામાં 0-1 સીટ મળી શકે છે. જો એક્ઝિટ પોલની આગાહી સાચી સાબિત થશે તો ભાજપ રાજ્યમાં હેટ્રિક પણ નોંધાવી શકે છે. જો કે એક બેઠક પર કાંટે કી ટક્કર છે.
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડની ટિહરી ગઢવાલ સીટ પર ભાજપની માલા રાજ્યલક્ષ્મી અને કોંગ્રેસના જોત સિંહ ગુનસોલા વચ્ચે મુકાબલો છે. આ ઉપરાંત પૌડી ગઢવાલ બેઠક પરથી ભાજપના અનિલ બલુની અને કોંગ્રેસના ગણેશ ગોદિયાલ, અલ્મોડાથી ભાજપના અજય ટમટા અને કોંગ્રેસના પ્રદીપ ટમટા, નૈનીતાલ-ઉધમસિંહ નગર સીટથી ભાજપના અજય ભટ્ટ અને કોંગ્રેસના પ્રકાશ જોશી અને હરિદ્વાર સીટ પરથી ભાજપે પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત અને કોંગ્રેસે વીરેન્દ્ર સિંહ રાવતને મેદાનમાં ઉતાર્યા છે.
જન કી બાત એક્ઝિટ પોલ
જન કી બાત એક્ઝિટ પોલમાં NDAને મહત્તમ 362-392 બેઠકો મળવાનો અંદાજ છે. જેમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળવાનો અંદાજ છે. આ પછી ઈન્ડિયા ન્યૂઝ-ડી ડાયનેમિક્સનો અંદાજ છે કે NDAને 371 બેઠકો મળશે, આ એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સને 141થી 161 સીટો મળતી જોવા મળી રહી છે. 10 થી 20 સીટો અન્યને જઈ શકે છે.
રિપબ્લિક ભારત મેટ્રિક્સ
રિપબ્લિક ભારત મેટ્રિક્સના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 353-368 બેઠકો અને ઈન્ડિયા ગઠબંધનને 118-133 બેઠકો મળી શકે છે. રિપબ્લિક ભારત- મેટ્રિક્સ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 353થી 368 બેઠકો મળી રહી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 118થી 133 સીટો મળી શકે છે. રિપબ્લિક ભારત- મેટ્રિસના એક્ઝિટ પોલમાં અન્યને 43થી 48 બેઠકો મળી રહી છે.
રિપબ્લિક ટીવી-પી માર્કના સર્વેમાં NDAને 359 સીટો
રિપબ્લિક ટીવી-પી માર્કના એક્ઝિટ પોલમાં NDA ગઠબંધનને 359 બેઠકો મળી રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 154 બેઠકો મળતી જોવા મળી રહી છે. આ એક્ઝિટ પોલમાં 30 સીટો અન્યના ખાતામાં જઈ રહી છે.
ઈન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલ
ઈન્ડિયા ન્યૂઝ ડી-ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં NDA ગઠબંધનને 371 બેઠકો મળી છે. ઈન્ડિયા ન્યૂઝ- ડી-ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સને 125 સીટો આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ એક્ઝિટ પોલમાં અન્યને 47 સીટ મળતી જોવા મળી રહી છે.