શોધખોળ કરો

કોરોનાનો પ્રકોપ જોતા ચારધામની યાત્રા રદ્દ, ઉત્તરાખંડ સરકારે કરી જાહેરાત

વિતેલા વર્ષે પણ કોરોના વાયરસ સંક્રમણને કારણે અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી હતી.

કોરોના વાયરસના કેસ સતત વધતા હોવાને કારણે આ વર્ષે ઉત્તરાખંડ સરકારે ચારધામની યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ તીરથ સિંહ રાવતે 29 એપ્રિલે ગુરુવારે કહ્યું આ વર્ષે ચારધામ યાત્રા નહીં થાય. ચારધામના મંદિરમાં માત્ર પુજારી જ પુજા કરશે.

વિતેલા વર્ષે પણ કોરોના વાયરસ સંક્રમણને કારણે અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી હતી. આ વર્ષે પહેલા અમરનાથ યાત્રા માટે 28 જૂનથી 22 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી.

દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત બીજા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 30 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  એક કરોડ 73 લાખ 76 હજાર 524
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 50 લાખ 86 હજાર 878
  • કુલ એક્ટિવ કેસ - 30 લાખ 84 હજાર 8149
  • કુલ મોત - 2 લાખ 04 હજાર 832

15 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 20 હજાર 648 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 

Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'

BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?

China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો

Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ

Embed widget