ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પહાડો પરથી આવતા પૂરને જોઈ લોકો ચીસો પાડતા ભાગ્યા, જુઓ વાદળ ફાટ્યા બાદના 4 વીડિયોમાં વિનાશનું તાંડવ
ઉત્તરકાશીના ધારાલી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાએ ભારે વિનાશ સર્જ્યો છે.

Uttarkashi cloudburst video: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગંગોત્રી ધામ નજીક આવેલા ધારાલી ગામમાં આ ઘટના બની છે, જ્યાં એક નાળામાં અચાનક પૂર આવવાથી અનેક ઘરોને નુકસાન થયું છે. આ ઘટનાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળે છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને લગભગ 50 લોકો ગુમ થયા હોવાના અહેવાલો છે.
ધારાલીમાં વાદળ ફાટવાની ઘટના અને લોકોની દહેશત
ઉત્તરકાશીના ધારાલી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાએ ભારે વિનાશ સર્જ્યો છે. આ દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે નાળામાં અચાનક પાણીનું ભયાનક પૂર આવ્યું અને કાટમાળનો મોટો પ્રવાહ વહેવા લાગ્યો. આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો ચોંકી ગયા અને ગભરાટમાં જીવ બચાવવા માટે દોડવા લાગ્યા. વીડિયોમાં લોકોની ચીસો અને એકબીજાને સલામત સ્થળે જવા માટે ચેતવણી આપતા અવાજો સ્પષ્ટપણે સંભળાય છે.
સ્થાનિક લોકો એકબીજાને મદદ કરવા માટે સીટી વગાડીને અને બૂમો પાડીને લોકોને પૂર આવવાના સ્થળેથી દૂર રહેવા કહી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે, કારણ કે હજુ પણ વરસાદ ચાલુ છે અને વધુ વાદળ ફાટવાની શક્યતા સેવાઈ રહી છે.
ઉત્તરાખંડમાં કાળો કહેર: વાદળ ફાટ્યું, ચારેબાજુ કાટમાળ જ કાટમાળ pic.twitter.com/ntJMoHTEzH
— dar pat (@darpat12) August 5, 2025
મૃત્યુઆંક અને સરકારી બચાવ કામગીરી
જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) પ્રશાંત આર્યએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, લગભગ 50 લોકો ગુમ થયા હોવાના અહેવાલો છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પૂરના કારણે વિસ્તારમાં સંપત્તિને પણ મોટા પાયે નુકસાન થયું છે, જેમાં અનેક ઘરો ધરાશાયી થયા છે.
ઉત્તરાખંડમાં કાળો કહેર: વાદળ ફાટ્યું, ચારેબાજુ કાટમાળ જ કાટમાળ, 4 વીડિયોમાં જુઓ વિનાશનું તાંડવ pic.twitter.com/6PFBKqpnx1
— dar pat (@darpat12) August 5, 2025
આ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ છે. ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી છે અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. NDRF અને SDRFની ટીમો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવા અને રાહત પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.





















