શોધખોળ કરો
Advertisement
ચારધામ યાત્રા: ઉત્તરાખંડ સરકારે અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને આપી મંજૂરી
દેવસ્થાનમ બોર્ડની વેબસાઈટ પર બહારથી આવતા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, આઈડીની સાથે-સાથે કોવિડ-19ની નેગેટિવ રિપોર્ટ અપલોડ કર્યા બાદ જ પાસ કાઢી આપવામાં આવશે.
દેહરાદૂન: ચારધામ યાત્રાને લઈને સારા સમાચાર છે. ઉત્તરાખંડ સરકારે હવે અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ માટે ચારધામ યાત્રાની મજૂરી આપી છે. ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર રવિ નાથ રમને શુક્રવારે આ સંબંધમાં જાણકારી આપી હતી. સરકારે તેને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ચારધામ દેવસ્થાનમ બોર્ડની વેબસાઈટ પર આવેદન કર્યા બાદ પાસ કાઢી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે અનલોક વન દરમિયાન ઉત્તરાખંડ સરકારે માત્ર સ્થાનિક અને રાજ્યના લોકોને જ તેની મજૂરી આપી હતી.
નવી એસઓપી મુજબ દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓએ 72 કલાકની અંદર કરાવવામાં આવેલ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે લાવવો પડશે. દેવસ્થાનમ બોર્ડની વેબસાઈટ પર બહારથી આવતા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, આઈડીની સાથે-સાથે કોવિડ-19ની નેગેટિવ રિપોર્ટ અપલોડ કર્યા બાદ જ પાસ કાઢી આપવામાં આવશે.
દેવસ્થાનમ બોર્ડના સીઈઓએ જણાવ્યું કે કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન હોવા પર ચારધામ યાત્રા પર આવી રહેલા શ્રદ્ધાળુઓએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ગાઈડલાઈન અનુસાર ક્વોરન્ટીનમાં રહેવું પડશે. સાથે જ ક્વોરન્ટીન સમય પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર પણ દેવસ્થાનમ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ પ્રદેશ સરકારે ચારધામ યાત્રાના સંબંધમાં કોઈ પણ નિર્ણય લેવાનો નિર્ણય ઉત્તરાખંડ઼ ચારધામ દેવસ્થાનમ બોર્ડને સોંપ્યો હતો. આ પહેલા ઉત્તરાખંડના શ્રદ્ધાળુઓને જ યાત્રાની મંજૂરી આપવામાં આવી હતી. પહેલા તબક્કામાં બોર્ડે ચમોલી, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાના નિવાસીઓને પોત-પોતાના ધામોમાં દર્શનની મજૂરી આપી. એક જૂલાઈથી રાજ્યના લોકોને રજિસ્ટ્રેશનના માધ્યમથી ચારધામ બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રાની મજૂરી આપવામાં આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
અમદાવાદ
Advertisement