શોધખોળ કરો
વારાણસી: કાશીના ઘાટો પર પૂજા-આરતી પર નહીં લાગે ટેક્સ, વિરોધ બાદ આદેશ પર ખેંચ્યો, જાણો શું છે વિવાદ?
વારાણસી નગર નિગમ દ્વારા ગંગા ઘાટો પર ગંગા આરતી માટે આયોજકો, પરંપારગત રીતે પૂજા પાઠ કરાવવા અને ધાર્મિક કાર્ય અને કર્મકાંડ કનરારા પંડા પાસેથી વાર્ષિક ફી લેવાનો નિર્ણય કર્યો હતો.
![વારાણસી: કાશીના ઘાટો પર પૂજા-આરતી પર નહીં લાગે ટેક્સ, વિરોધ બાદ આદેશ પર ખેંચ્યો, જાણો શું છે વિવાદ? varanasi ganga aarti and religious ceremonies tax order dismissed by charitable minister neelkanth tiwari વારાણસી: કાશીના ઘાટો પર પૂજા-આરતી પર નહીં લાગે ટેક્સ, વિરોધ બાદ આદેશ પર ખેંચ્યો, જાણો શું છે વિવાદ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/24160155/varanasi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વારાણસીઃ શિવનગરી કાશીમાં હવે ઘાટો પર પૂજા આરતી કરવા પર કોઈ ટેક્સ નહીં લાગે. નગર નિગમ તરફતી ઘાટ ટેક્સ લગાવાવના નિર્ણયનો વિરોધ થયા હતો જેના કારણે 24 કલાકની અંતર જ નિર્ણય બદલવો પડ્યો અને હવે વારાણસીમાં ગંગા ઘાટ પર ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો માટે કોઈપણ પ્રકારનો ટેક્સ આપવો નહીં પડે. ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક અને ધર્માર્થ રાજ્ય મંત્રી ડોક્ટર નીલકંઠ તિવારીએ વારામસીના કમિશ્નર દીપક અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશ્નર ગૌરાંગ રાઠી સાથે વાત કરી અને તાત્કાલીક અસરથી ઘાટ ટેક્સનો નિર્ણય પર પ્રતિબંધ લગાવાવના આદેશ આપ્યા.
પંડા સમાજે ચિંતા કરવાની જરૂરત નથીઃ નીલકંઠ તિવારી
રાજ્યમંત્રી નીલકંઠ તિવારીએ કહ્યું કે, ઘાટ પર કર્મકાંડ કરનારા પંડા સમાજે પણ ચિંતા કરવાની કોઈ જરૂરત નથી, તેમની પાસેથી કોઈપણ પ્રકારનો કોઈ ટેક્સ લેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, ગંગા ઘાટો પર પરંપરાગત રીતે પૂજા પાઠ, ધાર્મિક કાર્ય અને કર્મકાંડ કરાવનારા પંડા સમજાના લોગો જો ઇચ્છા હોય તો પોતાનું રજિસ્ટ્રેશન કરાવે, અથવા તેના માટે પણ કોઈ બાધ્ય નથી.
વારાણસી નગર નિગમે કર્યો હતો ઘાટ ટેક્સ લેવાનો નિર્ણય
જણાવીએ કે, વારાણસી નગર નિગમ દ્વારા ગંગા ઘાટો પર ગંગા આરતી માટે આયોજકો, પરંપારગત રીતે પૂજા પાઠ કરાવવા અને ધાર્મિક કાર્ય અને કર્મકાંડ કનરારા પંડા પાસેથી વાર્ષિક ફી લેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અંતર્ગત ઘાટો પર સાંસ્કૃતિક આયોજના માટે પ્રતિદિવસ ચાર હજાર રૂપિયા, ધાર્મિક આયોજન માટે 500 રૂપિયા અને સામાજિક કાર્યો માટે 200 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. આ ચાર્જ એકથી 15 દિવસ સુધી ચાલનારા આયોજનો માટે હતો. ઉપરાંત 15 દિવસથી વર્ષભર સુધી ચાલનારા આયોજનો પર વાર્ષિક રીતે પાંચ હજાર રૂપિયા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોત.
વિરોધ બાદ નિર્ણય પર પ્રતિબંધ
નગર નિગમના આ નિર્ણય વિરૂદ્ધ કાશીના સંત, પુરોહિત સમાજ અને રાજનૈતિક દળોએ પણ અવાજ ઉઠાવ્યો. વિરોધ વધતો જોઈ 24 કલાકની અંદર જ આ નિર્ણય બદલવામાં આવ્યો. સાંસ્કૃતિક અને ધર્માર્થ રાજ્ય મંત્રી નીલકંઠ તિવારીએ આ મામલે સંજ્ઞાન લઈ તાત્કાલીક અસરથી તેના પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)