શોધખોળ કરો

ટૉલ પ્લાઝા પર હવે કેટલી લાંબી લાઇનો હશે તો વાહન ચાલક ગાડીનો ટૉલ ટેક્સ ચૂકવ્યા વિના જઇ શકશે, કયા નિયમો સરકારે કર્યા કડક

એનએચએઆઇ ટૉલ પ્લાઝાઓ માટે નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. તેમાં કહ્યુ છે કે પ્રત્યેક વાહનને 10 સેકન્ડમાં સેવા આપી દેવી જોઇએ. રાજમાર્ગ પર વાહનોના દબાણમાં શીર્ષ સમયમાં એ પણ સમયસીમા અપનાવવામાં આવી જોઇએ, જેથી વાહનોને લાંબી લાઇનોમાં ઓછામાં ઓછો સમય રાહ જોવી પડે.

નવી દિલ્હીઃ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે (એનએચએઆઇ) દેશભરમાં ટૉલ નાકાઓ પર વાહનો પ્રતિક્ષા સમય ઓછો કરવાને લઇને ટૉલ પ્લાઝાઓ માટે નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. તેમાં કહ્યુ છે કે પ્રત્યેક વાહનને 10 સેકન્ડમાં સેવા આપી દેવી જોઇએ. રાજમાર્ગ પર વાહનોના દબાણમાં શીર્ષ સમયમાં એ પણ સમયસીમા અપનાવવામાં આવી જોઇએ, જેથી વાહનોને લાંબી લાઇનોમાં ઓછામાં ઓછો સમય રાહ જોવી પડે.

એનએચએઆઇએ બુધવારે એક નિવેદનમાં કહ્યું કે નવા નિર્દેશોમાં ટૉલ પ્લાઝા પર વાહનોની 100 મીટરથી વધુ લાઇન લાગવાને લઇને ટ્રાફિકનો યોગ્ય પ્રવાહને સુનિશ્ચિત કરવામાં આવે. તેમને કહ્યું- ફાસ્ટેગને અનિવાર્ય કરવામાં આવ્યા બાદ જોકે મોટાભાગના ટૉલ પ્લાઝા પર પ્રતિક્ષા સમય બિલકુલ પણ નથી. જો ટૉલ પર કોઇ કારણ વાહનોની લાઇનો 100 મીટરથી વધુ થાય છે, તો તે સ્થિતિમાં તમામ વાહનોને વગર ટૉલ આપીને જવાની અનુમતિ હશે, જ્યાં સુધી ટૉલ નાકાથી વાહનોની લાઇને પાછી 100 મીટરની અંદર ના પહોંચી જાય. 

એનએચએઆઇએ કહ્યું-તમામ ટૉલ નાકાઓ પર 100 મીટરની દુરીની જાણ માટે પીળા રંગની એક રેખા બનાવવામા આવશે, આ પગલુ ટૉલ પ્લાઝા ઓપરેટરોમાં જવાબદારીની વધુ એક ભાવના પેદા કરવા માટે છે. એનએચએઆઇ અનુસાર તેમને ફેબ્રુઆરી 2021 મધ્યથી 100 ટકા કેશલેસ ટૉલિંગને સફળતાપૂર્વક અંજામ આપ્યો છે. એનએચએઆિના ટૉલ નાકા પર ફાસ્ટેગની ઉપલબ્ધતા કુલ મળીને 96 ટકા અને આમાંથી કેટલાકમાં તો 99 ટકા સુધી પહોંચી ગઇ છે. 

તેમને કહ્યું- દેશમાં ઇલેક્ટ્રૉનિક માધ્યમથી વધતા ટૉલ સંગ્રહને ધ્યાનમાં રાખીને આગામી દસ વર્ષો દરમિયાન ટ્રાફિકના અનુમાનને ધ્યાનમાં રાખતા ટૉલ પ્લાઝાના આકાર અને નિર્માણ પર જોર આપવામાં આવશે, જેથી ટૉલ સંગ્રહ પ્રણાલીને કુશળ બનાવી શકાય. 

ગુજરાતના આ એક્સપ્રેસ-વે પર ટોલ ટેક્સ વધારી દેવાયો....
થોડાક સમય પહેલા જ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે (Vadodara-Ahmedabad Expressway) પરના ટોલ ટેક્સ (Toll Tax)માં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહન ચાલકો પર વધારાનો આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો હતો. એક્સપ્રેસ હાઇવે (Vadodara-Ahmedabad Expressway)પર ટોલ ટેક્સનો કોન્ટ્રાક્ટ આઇઆરબી (IRB) કંપનીને સોંપાયો છે. આઇઆરબી કંપનીએ કરેલી જાહેરાત પ્રમાણે 1 એપ્રિલથી  કાર, જીપ તેમજ વાન સહિતના  તમામ વાહનો પરના ટોલ ટેક્સમાં વધારે કરાતાં હવે આ તમામ વાહનો માટે મુસાફરી મોંઘી બની ગઇ છે. 

આઇઆરબી (IRB) કંપનીની જાહેરાત પ્રમાણે એક્સપ્રેસ-વે પર કાર, જીપ તેમજ વાન માટે હવે રૂપિયા 110ના બદલે રૂપિયા 115 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે.  આ ઉપરાંત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરી દેવાયો છે. લાઈટ મોટર વ્હીકલ માટે રૂપિયા 180ના બદલે રૂપિયા 185 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે. બસ અને ટ્રક માટે રૂપિયા 380ના બદલે રૂપિયા 390 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે જ્યારે થ્રી એક્સે ટ્રક માટે રૂપિયા 410ના બદલે રૂપિયા 425 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે. 4થી 6 એક્સેલ ટ્રક માટે રૂપિયા 595ના બદલે રૂપિયા 610 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે.

ટોપ સ્ટોરી

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

વિડિઓઝ

ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
Embed widget