શોધખોળ કરો
Advertisement
આ વર્ષ પહેલા ખરીદેલી કાર કે બાઈક હશે તો જલદી થઈ જશે ભંગાર, સરકારની આ છે યોજના
આ વાહનોની કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે તો પણ તે ઉત્સર્જનના ધોરણો કરતા વધુ પ્રદૂષણ પેદા કરશે. જે માર્ગ સલામતી માટે પણ નુકસાનકારક છે.
નવી દિલ્હીઃ જેની રાહ જોવાઈ રહી છે તે સ્ક્રેપ પોલિસીને કેબિનેટ પાસે મંજૂરી માટે મોકલવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, આ નીતિમાં 2005માં પહેલા બનેલ વાહનો માટે રજિસ્ટ્રેશન અને ફિટનેસના નિયમો કડક કરવામાં આવી શકે છે. એક અંદાજ અનુસાર 2005માં બનેલ કુલ 2 કરોડ જેટલા વાહનો હાલ રસ્તા પર દોડી રહ્યા છે.
સરકારના આ પગલા પછી આ વાહનોની ફરીથી નોંધણી ખર્ચાળ સાબિત થઈ શકે છે. નવા ઉત્સર્જન ધોરણો અનુસાર, આ વાહનો નવા વાહનો કરતા 10 થી 25 ટકા વધુ પ્રદૂષણ ફેલાવે છે. ગયા અઠવાડિયે, માર્ગ, પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેમણે સૂચિત નીતિ ઉપર બનાવેલી કેબિનેટ નોટને મંજૂરી આપી દીધી છે.
જો આ વાહનોની કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે તો પણ તે ઉત્સર્જનના ધોરણો કરતા વધુ પ્રદૂષણ પેદા કરશે. જે માર્ગ સલામતી માટે પણ નુકસાનકારક છે.
મંત્રાલયના સૂત્રો કહે છે કે પ્રસ્તાવિત નીતિથી ખાનગી વાહનો માટેની નોંધણી ફીમાં વધારા સાથે પરિવહન વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેશન ચાર્જમાં વધારો થયો છે. આવા વાહનોને રસ્તાઓથી દૂર કરવાની સૂચિત નીતિમાં અન્ય ઘણી જોગવાઈઓ હોઈ શકે છે. તેમાંથી, દર વર્ષે પરિવહન વાહનોનું ફિટનેસ પ્રમાણપત્ર જરુરી બનાવી શકાય છે.
આ નીતિમાં વાહનમાં લાગેલી એરબેગ્સને વૈજ્ઞાનિક રીતે ડિસ્પોઝિલ સાથે મળનારી ધાતુ અને રબરને ઇકો ફ્રેન્ડલીથી નિકાલ કરવામાં આવશે. કારમાંથી નીકળતું ઑયલને જમીન પર ફેંકવામાં નહીં આવે, પરંતુ વૈજ્ઞાનિક રુપથી ખતમ કરવામાં આવશે. તેમજ કોઇપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે વાહનોનો ડેટાબેસ પણ બનાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement