L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
લાલકૃષ્ણ અડવાણીના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે તેમને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Lal Krishna Advani: ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીની તબિયત બુધવારે (3 જુલાઈ) ફરી એકવાર બગડી હતી. લાલકૃષ્ણ અડવાણીને તાત્કાલિક દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ડૉ. વિનીત પુરી એપોલો હોસ્પિટલમાં લાલકૃષ્ણ અડવાણીની સારવાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાની હાલત સ્થિર છે.
લાલ કૃષ્ણ અડવાણીના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે તેમને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Veteran BJP leader Lal Krishna Advani admitted to Apollo Hospital under the observation of Dr Vinit Suri at 9 pm. He is under observation and stable: Apollo Hospital pic.twitter.com/9XYmlgdqIw
— ANI (@ANI) July 3, 2024
આ પહેલા 96 વર્ષીય અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાનને વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ 2014થી સક્રિય રાજકારણથી દૂર છે. હાલમાં જ તેમની તસવીર સામે આવી હતી, જ્યારે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને તેમના ઘરે મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
અડવાણીને આ વર્ષે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. અડવાણી તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા, તેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 30 માર્ચે તેમના નિવાસસ્થાને જઈને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણીના પરિવારના સભ્યોએ ઔપચારિક સમારોહમાં હાજરી આપી હતી.
અગાઉ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. લાલ કૃષ્ણ અડવાણી 2002 થી 2004 સુધી ભારતના 7મા નાયબ વડાપ્રધાન હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સહ-સ્થાપકોમાંના એક અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સભ્ય છે. લાલ કૃષ્ણ અડવાણી 1998 થી 2004 સુધી ગૃહમંત્રી રહ્યા હતા.
8 નવેમ્બર, 1927ના રોજ પાકિસ્તાનના કરાચીમાં હિન્દુ સિંધી પરિવારમાં જન્મેલા અડવાણીને આ વર્ષે ભારત સરકાર દ્વારા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. 2015માં તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા, તેઓ 1998 અને 2004ની વચ્ચે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) માં ગૃહ પ્રધાન હતા.