શોધખોળ કરો
Advertisement
ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ લખ્યો બ્લોગ કહ્યું, 'મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને અંતમાં હું'
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ લખ્યો છે. અડવાણી કહ્યું, 'મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને અંતમાં હું'. અડવાણીએ જણાવ્યું કે ભારતીય લોકતંત્ર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમ્માન કરે છે.
જે અમારા વિચારોથી સહમત નથી થયા તેને ભાજપ ક્યારેય પોતાનો રાજનીતિક દુશ્મન નથી ગણ્યો. જ્યાં સુધી રાષ્ટ્રવાદનો સવાલ છે અમે ક્યારેય પણ એવા લોકોને એન્ટી નેશનલ નથી કહ્યાં જે અમારા રાજનીતિક વિચારોથી સહમતી નથી રાખતા. પાર્ટીએ દરેક નાગરિકને પોતાના વિચારો રાખવાની આઝાદી આપી છે ભલે તે ખાનગી સ્તરે હોય કે રાજનીતિક મંચ પર.Veteran BJP leader LK Advani writes a blog ahead of BJP's Foundation Day on April 6. He writes "Right from its inception, BJP has never regarded those who disagree with us politically as our “enemies”, but only as our adversaries." pic.twitter.com/47zCyYCSPN
— ANI (@ANI) April 4, 2019
ભાજપના સ્થાપના દિવસ પર લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું કે હું કાઇ લખવાની શરૂઆત કરું એ પહેલા હું ગાંધીનગરના લોકોનો આભાર વ્યક્ત કરું છું. જેઓએ 1992 બાદથી છ વખત મને લોકસભા માટે ચૂંટ્યો. તેમના પ્રેમ અને સમર્થનનો હંમેશા હું ઋણી રહીશ.Veteran BJP leader LK Advani also writes in his blog: It is my sincere desire that all of us should collectively strive to strengthen the democratic edifice of India. True, elections are a festival of democracy. (1/2) pic.twitter.com/KvMYnJXMEd
— ANI (@ANI) April 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement