શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાના પિતા અને પૂર્વ મંત્રી શમશેર સિંહનું નિધન
હરિયાણા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શમશેર સિંહ સુરજેવાલાનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે.
નવી દિલ્હી: હરિયાણા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શમશેર સિંહ સુરજેવાલાનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી બીમાર ચાલી રહ્યા હતા. શમશેર સિંહ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાના પિતા છે. આ બાબતે જાણકારી મળતા રાહુલ ગાંધી એમ્સ પહોંચ્યા અને રણદીપ સિંહની સાથે મુલાકાત કરી શોક વ્યક્ત કર્યો હતો.
શમશેર સિંહ અખિલ ભારતીય કિસાન ખેત મજૂર કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. શમશેર સિંહે પાંચ વાર 1967, 1977, 1982, 1991 અને 2005માં વિધાનસભા ચૂંટણી જીતી હતી. આ સિવાય 1992 થી 1998 સુધી રાજ્યસભા સાંસદ રહ્યા હતા. હરિયાણા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શમશેર સિંહ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ અને 4 વાર રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા.Veteran Congress leader and father of Randeep Singh Surjewala, Shamsher Singh Surjewala passes away following prolonged illness; Rahul Gandhi visits Randeep Singh Surjewala at AIIMS, Delhi pic.twitter.com/yvAVad3zdH
— ANI (@ANI) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement