શોધખોળ કરો
Advertisement
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું નિધન, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
નવી દિલ્હીઃ વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું 95 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. ખરાબ તબિયતને કારણે તેમને દિલ્હીમાં એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આજે બપોરે લોધી રોડ પર સ્થિત ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વડાપ્રધાન મોદી, કોગ્રેસ, અને અનેક પત્રકારે તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, નાયરે ઇમરજન્સી વિરુદ્ધ મજબૂતીથી અવાજ ઉઠાવ્યો હતો. તેઓ અમારા સમયના મોટા બુદ્ધિજીવી હતા.
કુલદીપ નાયર ડેક્કન હેરાલ્ડ (બેંગલુરુ), ધી ડેલી સ્ટાર, ધી સંડે ગાર્ડિયન, ધી ન્યૂઝ, ધી સ્ટેટ્સમેન, ધી એક્સપ્રેસ ટ્રિબ્યુન પાકિસ્તાન, ડૉન પાકિસ્તાન, પ્રભાસાક્ષી સહિત 80થી વધુ સમાચાર પત્રો માટે 14 ભાષાઓમાં કોલમ લખતા હતા. નાયરે લગભગ 25 વર્ષ સુધી ધ ટાઇમ્સ લંડનના રિપોર્ટર રહ્યા હતા. તેમણે બિયોન્ડ ધ લાઇન્સ, ઇન્ડિયા આફ્ટર નેહરુ જેવી અનેક પુસ્તકો લખી છે. ધ ડે લુક્સ ઓલ્ડ નામથી પ્રકાશિત તેમની આત્મકથા ખૂબ ચર્ચામાં રહી હતી. નાયરની ઇમરજન્સીમાં ધરપકડ કરાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બોલિવૂડ
Advertisement