શોધખોળ કરો
Advertisement
યોગી આદિત્યનાથને ગેંગસ્ટર વિકાસ દુબે અભિનંદન આપતો હોય એવી વાયરલ તસવીરની શું છે હકીકત?
આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર યોગી આદિત્યનાથની એક તસવીર વાયરલ થઇ રહી છે. વિકાસ દુબે એક હિસ્ટ્રીશીટર છે, જેના પર 60 જેટલા ગુનાખોરીના કેસો નોંધાયેલા છે
નવી દિલ્હીઃ યુપીમાં આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબેના નામે એક તસવીર વાયરલ થઇ રહી છે, સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીરમાં તેની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. એટલે કે તસવીર પ્રમાણે હત્યારો વિકાસ દુબે યોગી આદિત્યનાથને અભિનંદન આપી રહ્યો છે.
વાત એમ છે કે, ઉત્તરપ્રદેશના કાનપુરના દેહાતના બિઠુર વિસ્તારમાં ગત ગુરુવારે કુખ્યાત ગેન્ગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હતો, વિકાસ દુબેએ પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરી દીધુ અને આ ફાયરિંગમાં આઠ પોલીસ કર્મીઓના મૃત્યુ થયા હતા, આમાં ચાર પોલીસ કર્મીઓ હજુ પણ ગંભીર સ્થિતિમાં છે. આ ઘટનાથી યુપીના કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલી ગઇ અને લોકો સવાલ ઉઠાવવા લાગ્યા.
આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર યોગી આદિત્યનાથની એક તસવીર વાયરલ થઇ રહી છે. વિકાસ દુબે એક હિસ્ટ્રીશીટર છે, જેના પર 60 જેટલા ગુનાખોરીના કેસો નોંધાયેલા છે.
તસવીરમાં આ શખ્સ જે વિકાસ દુબે જેવો લાગે છે, તે યોગી આદિત્યનાથને અભિનંદન આપી રહ્યો છે. અમે તપાસ કરી ત્યારે ખબર પડી કે, આ યોગી આદિત્યનાથ સાથે ઉભેલા શખ્સની તસવીરને ગુનેગાર વિકાસ દુબેની તસવીર સાથે ફીટ કરવામાં આવી છે.
અહીં સ્પષ્ટરીતે દેખાય છે કે આ બન્ને વ્યક્તિ અલગ છે. સવાલ થાય છે કે યોગી આદિત્યનાથ સાથે ઉભેલો વ્યક્તિ છે કોણ? આ જાણવા અમે ગૂગલ અને કેટલીક સર્ચિંગ અને બીજી કેટલીક સાઇટ્સોની મદદ લીધી, જાણવા મળ્યુ કે આ શખ્સ હત્યારો વિકાસ દુબે નથી, પણ બીજેપી નેતા છે, જે યુપીના કાનપુર બીજેપો સભ્ય છે
ખાસ વાત એ છે કે, તસવીરમાં યોગી આદિત્યનાથની બાજુમાં ઉભેલા વ્યક્તિનુ નામ વિકાસ દુબે છે, એ વાત સાચી છે પણ આ તે હત્યારો વિકાસ દુબે નથી, પણ ઉત્તરપ્રદેશનો એક બીજેપી નેતા વિકાસ દુબે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion