શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મંદિર નિર્માણ અગાઉ VHPનો મોટો કાર્યક્રમ, 2.75 લાખ ગામમાં લગાવશે ભગવાન રામની મૂર્તિ
આ કાર્યક્રમ 25 માર્ચના રોજ શરૂ થશે અને આઠ એપ્રિલના રોજ પૂર્ણ થશે.
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અગાઉ વિશ્વ હિંદુ પરિષદે એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. વિશ્વ હિંદુ પરિષદ દેશના 2.75 લાખ ગામમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરશે. રામોત્સવ નામથી ચાલનારા આ કાર્યક્રમ 25 માર્ચના રોજ શરૂ થશે અને આઠ એપ્રિલના રોજ પૂર્ણ થશે. વર્ષ 1989માં રામ મંદિર આંદોલન દરમિયાન આ ગામમાંથી મંદિર નિર્માણ માટે ઇંટો આવી હતી.
નોંધનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વીએચપી ખૂબ સક્રીય રહી છે અને હવે નિર્માણ અગાઉ તેણે એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્યારે વીએચપીની નજર રામ મંદિર માટેના પૂજારીઓ પર છે તે મંદિર માટે દલિત પૂજારી પણ ઇચ્છે છે. વીએચપીનું માનવું છે કે દલિત પૂજારીની નિમણૂક મારફતે સામાજિક સમરસતાનો મોટો સંદેશ જઇ શકે છે. મંદિરનું નિર્માણ સરકાર નહી સમાજના પૈસાથી થશે.
બીજી તરફ સરકારે રામ મંદિર નિર્માણ માટે તેના સંબંધિત તમામ મામલાને જોવા માટે એક અલગ ડેસ્ક બનાવ્યું છે. તેની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી સ્તરના અધિકારી કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion