શોધખોળ કરો
Advertisement
શરીરમાં આ વસ્તુની ઉણપ હશે તો વધી શકે છે કોરોના વાયરસનો ચેપ લાગવાનું જોખમ- અભ્યાસ
એફઈબીએસ જર્નલમાં પબ્લિશ રિસર્ચ અનુસાર, રિસર્ચર્સે 7807 લોકોના વિટામિન ડીના સ્તરનું વિશ્લેષણ કર્યું, જેમાંથી 782 (10.1 ટકા) કોવિડ 19 પેશન્ટ હતા અને બાકીના સ્વસ્થ્ય હતા.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો અને મેડિકલ રિસર્ચર્સ તેના ઇંફેક્શનને સમજવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધી એ વાત સામે આવી છે કે નબળી રોગપ્રતિકારક શક્તિ અને અન્ય બીમારીઓથી પીડિત લોકોને ચેપ લાગવા પર આ ઘાતક સાબિત થઈ શકે છે. વૃદ્ધો, કેન્સર, કિડની રોગ, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, હૃદય રોગી, ડાયાબિટીઝથી પિડિત લોકને ચેપ લાગવા પર જોખમ વધી જાય છે.
વિટામિન ડીની ઉણપ અને કોવિડ-19ની વચ્ચે લિંક
હવે બાર-ઇલાન યૂનિવર્સિટીના લ્યૂમિટ હેલ્થ સર્વિસીસ (એલએચએસ) અને એજરીલી ફેકલ્ટી ઓફ મેડિસિનના ઇઝરાયલી રિસર્ચર્સ અનુસાર, બ્લડ પ્લાઝ્મામાં વિટામિન ડીની ઉણપ અને કોવિડ-19ના ચેપ લાગવાની વચ્ચે લિંક છે.
એફઈબીએસ જર્નલમાં પબ્લિશ રિસર્ચ અનુસાર, રિસર્ચર્સે 7807 લોકોના વિટામિન ડીના સ્તરનું વિશ્લેષણ કર્યું, જેમાંથી 782 (10.1 ટકા) કોવિડ 19 પેશન્ટ હતા અને બાકીના સ્વસ્થ્ય હતા. રિસર્ચર્સે ડેટાનો અભ્યાસ કર્યો અને જાણ્યું કે જે લોકો કોરોનાના પેશન્ટ હતા તેમના પ્લાઝ્મામાં વિટામિન ડીનું સ્તર એ લોકો કરતાં ઘણું ઓછું હતું જેમને કોરોના રિપોર્ટ નેગેટિવ હતો.
લ્યૂમિટ ડિપાર્ટમેન્ટના હેડ યૂજીન મર્જોન અનુસાર, “અમારા બ્યાસની મુખ્ય શોધ પ્લાઝ્મા વિટામિન ડી લો લેવ અને કોવિડ-19ના ઇંફેક્શનની વચ્ચે લિંકનની સંભાવના હતી. ઉંમર, લિંગ, સામાજિક-આર્થિક સ્થિતિ અને બોલ્ડ રોગને સમાયોજિત કર્યા બાદ પણ આ લિંક જોવા મળી.” ઉપરાંત વિટામિન ડીનું ઓછું સ્તર કોવિડ-19 પેશન્ટના હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં આ લિંક ઓછી મહત્ત્વપૂર્ણ હતી.
વિટામિન ડીના સ્ત્રોત
થાક, હાડકામાં દુઃખાવો, માંસપેશિઓમાં નબળાઈ, દુઃખાવો અથવા વગેરે થવું એ વિટામિન ડીની ઉણપના સંકેત હોય છે. આ ઉણપને દૂર કરવા માટે સવારનો તડકામાં ઉભા રહેવું, માછલી, દૂધ અને દૂધનો વિકલ્પ, ઇંડા, મશરૂમ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આ તમામમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
શિક્ષણ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion