Pahalgam Terror Attack: ભારત-પાકિસ્તાન બબાલમાં અમેરિકાની એન્ટ્રી, કહ્યું -'આખી દુનિયા જોઇ રહી છે...'
Pahalgam Terror Attack: અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને પરિસ્થિતિને નિયંત્રિત કરવા કહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરવાની આશા રાખે છે

Pahalgam Terror Attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ચાલુ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ડરમાં છે. તેને ભારતના આગામી પગલાથી ડર છે. હવે અમેરિકાની પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની બબાલમાં એન્ટ્રી થઇ ગઇ છે. અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે વાત કરી છે અને કહ્યું છે કે આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
અમેરિકા પાકિસ્તાન અને ભારત બંનેના સંપર્કમાં છે. આ અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, "અમેરિકા બંને દેશોના સંપર્કમાં છે. યુએસ સ્ટેટ સેક્રેટરીએ મને આ અંગે એક નોંધ પણ આપી છે. તેથી જ અમે કાશ્મીરની પરિસ્થિતિ અંગે ભારત અને પાકિસ્તાનનો સંપર્ક કરી રહ્યા છીએ."
અમેરિકાએ ભારત અને પાકિસ્તાન સાથે વાત કરી
અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને પરિસ્થિતિને નિયંત્રિત કરવા કહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરવાની આશા રાખે છે. તેઓ અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને વિદેશપ્રધાનોને આ મુદ્દા પર દેશોનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.
આખી દુનિયા ભારત અને પાકિસ્તાન તરફ જોઈ રહી છે
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે વધુમાં જણાવ્યું હતું કે, "યુએસ સ્ટેટ સેક્રેટરી બંને દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરશે. અમે તે ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ પર પણ નજર રાખી રહ્યા છીએ અને જેમ તમે જાણો છો, અમે ભારત અને પાકિસ્તાનની સરકારો સાથે અનેક સ્તરે સંપર્કમાં છીએ. અમે ચોક્કસપણે તમામ પક્ષોને યોગ્ય ઉકેલ માટે સાથે મળીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. દુનિયા આ જોઈ રહી છે."




















