IMD Forecast Today: શક્તિ વાવાઝોડાના યૂટર્ન દરમિયાન દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, એલર્ટ જાહેર
Weather Update: ચોમાસાની વિદાયના સમયે મોટાભાના રાજ્યોમાં વરસાદી ઋતુ જામી છે આજે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

Weather Update:ચોમાસાની વિદાય સમયે હવામાન એક અલગ પેટર્નનો અનુભવ કરાવી રહ્યું છે. ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે (સોમવાર, 6 ઓક્ટોબર) દિલ્હી-NCR માં વરસાદ તબાહી મચાવશે. વાવાઝોડુ પણ શક્ય છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સ્કાયમેટ હવામાન હવામાનશાસ્ત્રી ડૉ. મહેશ પાલાવટના જણાવ્યા અનુસાર, ઓડિશા અને છત્તીસગઢ પર ઊંડા નીચા દબાણવાળા ક્ષેત્રને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. પરિણામે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. પર્વતોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની પણ સંભાવના છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં દ્વારકા, જામનગર, સુરતમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે.અહીં ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે IMD એ માછીમારોને ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, મધ્ય અરબી સમુદ્ર અને ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર દરિયાકાંઠે ન જવાની સલાહ આપી છે. લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર દિલ્હીમાં પણ અનુભવાઈ હતી. હવામાન વિભાગે 6 ઓક્ટોબરે દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
યૂપીમાં વરસાદની આગાહી
વરસાદ અને પવનોને કારણે ઉત્તર પ્રદેશમાં બફારા ઉકળાટથી રાહત મળી છે. 6 અને 7 ઓક્ટોબરે યુપીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. IMD અનુસાર, આ સમયગાળા દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પૂર્વીય ઉત્તર પ્રદેશ કરતાં વધુ વરસાદ પડી શકે છે. સોમવારે રાજ્યના પશ્ચિમ ભાગ માટે ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
11 ઓક્ટબરથી મળશે વરસાદથી રાહત
હવામાન વિભાગના જુદા જુદા મોડલનું તારણ છે કે, આ શક્તિ ચક્રવાત શમી ગયા બાદ મોટાભાગમાંથી વરસાદ વિદાય લેશે, 9 ઓક્ટોબરથી વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા લાગશે અને 11 ઓકટોબરથી મોટાભાગના રાજ્યોમાં વરસાદ સંપૂર્ણ બંધ થઇ જાય તેવું અનુમાન છે.
ક્તિ વાવાઝોડું આજે દરિયામાં યૂ ટર્ન લે તેવી સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠે સક્રિય થયેલું વાવાઝોડું યુ ટર્ન લઈને નબળું પડી જશે તેવું આંકલન હવામાનના મોડલ કરી રહ્યાં છે. ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો લગભગ નહીંવત હોવાનો અનુમાન છે. તેમ છતાં પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
શક્તિ નામના વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ચાર દિવસ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. .ભેજવાળા પવનોના કારણે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.બુધવાર અને ગુરૂવાર સુધી હળવા વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ગત રાત્રે વરસાદ વરસ્યો હતો. પ્રહલાદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, રાણીપ, સેલા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો અને સોસાયટીના વિસ્તારો જળમગ્ન બન્યા હતા.શક્તિ વાવાઝોડાની અસરથી ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટાનું અનુમાન છે. 10 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવા ઝાપટા પડી શકે છે ,જો કે હવે પવનની ગતિ સામાન્ય રહેશે,





















