Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Mohan Bhagwat: વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરના રેશમ બાગ મેદાનમાં શસ્ત્ર પૂજા કરી હતી. દશેરા નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ પર સૌની નજર ટકેલી છે.
Mohan Bhagwat: વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરના રેશમ બાગ મેદાનમાં 'શસ્ત્ર પૂજન' કર્યું. દશેરા નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ પર સૌની નજર ટકેલી હતી. પદ્મ ભૂષણ અને ઈસરોના ભૂતપૂર્વ વડા કે. રાધાકૃષ્ણન પણ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
#WATCH | Nagpur, Maharashtra | #VijayaDashami | RSS chief Mohan Bhagwat says, "...Dharm is the Sva (self) of India and not religion. There are many religions, but religion and spirituality behind these religions which we call - religion at the top - that Dharm is the life of… pic.twitter.com/I4B429o14i
— ANI (@ANI) October 12, 2024
આ સમય દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો વિજયાદશમીની ઉજવણી કરવા માટે નાગપુરમાં RSS મુખ્યાલયમાં એકઠા થયા હતા અને સંઘની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવત, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઈસરોના ભૂતપૂર્વ વડા કે. સિવને ભાગ લીધો હતો. આ દરમિયાન મોહન ભાગવતે ભારત સરકારને બાંગ્લાદેશી હિન્દુઓની મદદ કરવા કહ્યું છે.
મોહન ભાગવતે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને કહી આ વાત
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે મોહન ભાગવતે કહ્યું કે, બાંગ્લાદેશમાં સ્થાનિક કારણોસર હિંસક બળવો થયો હતો. આ દરમિયાન ફરી એકવાર હિંદુ સમાજના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ત્યાંના હિંદુઓએ તે અત્યાચારનો વિરોધ કર્યો હતો. આ વખતે બાંગ્લાદેશમાં હિંસક બળવો થયો હતો. સમાજ પોતાનો બચાવ કરવા સાથે મળીને ઘરની બહાર આવ્યા તેથી થોડા બચી ગયા, પરંતુ જ્યાં સુધી આ અત્યાચારી કટ્ટરવાદી સ્વભાવ છે ત્યાં સુધી ત્યાંના તમામ લઘુમતી સમુદાયોના માથા પર જોખમની તલવાર લટકતી રહેશે.
ગેરકાયદે ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો
બાંગ્લાદેશથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશથી ભારતમાં થતી ગેરકાયદેસર ઘૂસણખોરી અને પરિણામે વસ્તીનું અસંતુલન ગંભીર ચિંતાનો વિષય છે. આ ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે પરસ્પર સંવાદિતા અને દેશની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં લઘુમતી બની ગયેલા હિંદુ સમુદાયને ઉદારતા, માનવતા અને સદ્ભાવનાને સમર્થન આપનારા તમામ લોકોની મદદની જરૂર પડશે, ખાસ કરીને ભારત સરકાર અને વિશ્વભરના હિંદુઓની.
તેમણે વધુમાં કહ્યું કે, અસંગઠિત અને નબળા રહેવું એ દુષ્ટો દ્વારા અત્યાચારને આમંત્રણ આપવાનું છે. આ પાઠ વિશ્વભરના હિન્દુ સમુદાયે પણ શીખવો જોઈએ. આ વાત અહીં અટકતી નથી. હવે ત્યાં ભારતથી બચવા માટે પાકિસ્તાન સાથે ભળવાની વાત થઈ રહી છે. આવી વાતો ઉભી કરીને અને સ્થાપિત કરીને કયા દેશ ભારત પર દબાણ લાવવા માંગે છે તે કહેવાની જરૂર નથી.
આ પણ વાંચો...