Weather Update Live: સૌરાટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય, જાણો હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈ શું કરી આગાહી
દેશની રાજધાની દિલ્હીના લોકોને હજુ પણ ઠંડીથી રાહત મળી નથી. રવિવારે રાજધાનીમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો.
LIVE
Background
દેશની રાજધાની દિલ્હીના લોકોને હજુ પણ ઠંડીથી રાહત મળી નથી. રવિવારે રાજધાનીમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. IMD તરફથી મળેલી માહિતી અનુસાર, સોમવારે પણ રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં રવિવારે મહત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. ઉપરાંત, લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. દિલ્હીમાં રવિવારે (29 જાન્યુઆરી) સાંજે 5.30 વાગ્યા સુધી 3.3 મીમી વરસાદ નોંધાયો હતો. પંજાબ, પૂર્વ હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશના ભાગોમાં ઝરમર વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. રાજસ્થાન, ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય જમ્મુ કાશ્મીર, લદ્દાખના કેટલાક ભાગોમાં મધ્યમ હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. આ પછી, એવી આશંકા છે કે 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આકાશ સ્વચ્છ રહેશે.
Light to moderate intensity rain would occur over & adjoining areas of isolated places of Yamunanagar, Kosali, Sohana, Rewari, Palwal, Bawal, Nuh, Aurangabad, Hodal (Haryana) Saharanpur, Gangoh, Shamli, Muzaffarnagar, Kandhla, Khatauli, Sakoti Tanda, Hastinapur: IMD pic.twitter.com/8ViCCYKHPW
— ANI (@ANI) January 29, 2023
અમદાવાદ એરપોર્ટ પર 40થી વધુ ફ્લાઇટ મોડી પડી
અમદાવાદમાં ધુમ્મસના કારણે અત્યાર સુધીમાં 40 થી 45 ફ્લાઇટ પડી મોડી છે. દેહરાદૂનથી અમદાવાદની ફ્લાઈટ 2 કલાક મોડી પડી છે. ફ્લાઇટ મોડી પડતાં ઘણા લોકોના શેડ્યૂલ ખોરવાઈ ગયા છે.
ધુમ્મ્સને કારણે ફ્લાઈટ્સની અવર જવર ઉપર અસર
અમદાવાદમાં છવાયેલા ધુમ્મ્સને કારણે ફ્લાઈટ્સની અવર જવર ઉપર અસર . હૈદરાબાદ, પુણે, લખનઉ, તેમજ અન્ય જગ્યાઓએથી આવનારી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી. જયારે ઘણી ફ્લાઇટ મોડી પડી. ભુવેશ્વર, નાસિક અને લખનઉથી અમદાવાદ આવનારી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી.
વરસાદ નહીં પડે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં વરસાદ નહીં પડે. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.8 તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હાલ ઉત્તરીય પવનની લહેર છે, જયારે આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે.
5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી. 24 કલાકમાં ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સૌરાટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય. આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાથી ઠંડીનો અનુભવ થશે.
આજે બપોર બાદ વાદળો વિખેરાવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે બપોર પછી સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતાં વાદળાં વિખરાશે. આ સાથે લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડીગ્રી રહ્યું હતું, જ્યારે લઘુતમ તાપમાન 4.5 ડીગ્રી વધી 17.4 નોંધાયું હતું. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 64 ટકા હતું.