શોધખોળ કરો

Weather Update: હિમાચલ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, ઓરેન્જ એલર્ટ જાહેર

Weather Update:હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની મુશ્કેલીઓ વધી શકે છે

Weather Update: ભારે વરસાદ, ભૂસ્ખલનને કારણે તબાહીનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની મુશ્કેલીઓ વધી શકે છે. ભારતીય હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આ સાત રાજ્યો માટે 21 થી 24 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે હિમાચલ અને ઉત્તરાખંડમાં 115.6 થી 204.4 મીમી સુધીના ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું હતું કે  આ સમય દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સંભાવના છે. આ સિવાય વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. આ બંને રાજ્યોમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે વિનાશ જોવા મળ્યો છે.  આ રાજ્યોમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને કરોડો રૂપિયાની સંપત્તિને પણ નુકસાન થયું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ 22 અને 23 ઓગસ્ટના રોજ 115.6 થી 204.4 મીમી સુધીનો ભારે વરસાદ થવાની સંભાવના છે. પૂર્વ યુપીમાં 21 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદ પડશે

રાજસ્થાનની સાથે સાથે હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર કેટલીક જગ્યાએ વાવાઝોડાની સંભાવના છે. લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

કેન્દ્ર હિમાચલને 200 કરોડ આપશે

કેન્દ્ર સરકારે રવિવારે હિમાચલ પ્રદેશને સહાય તરીકે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી 200 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેન્દ્રએ 10 અને 17 જુલાઈના રોજ બે હપ્તામાં રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના કેન્દ્રીય હિસ્સામાંથી 360.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. NDRFની 20 ટીમો, આર્મીની 9 ટૂકડીઓ અને એરફોર્સના 3 હેલિકોપ્ટર બચાવ અને રાહત માટે તૈનાત કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે  ઉતરાખંડમાં મુસાફરો ભરેલી ભાવનગરના ખાનગી સંચાલક બસ  ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર ખીણમાં ખાબકતા દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે જ્યારે 27ને રેસ્ક્યુ કરી હોસ્પિટલે ખસેડાયા છે. બસમાં ગુજરાતી પ્રવાસીઓ સવાર હતાય જેમાં 31 લોકો પૈકીના 3 સુરતના, 8-ભાવનગર, 16 તળાજા-ત્રાપજ-કંઠવા અને 2-મહુવાના મુસાફરો હતા. યાત્રા કરી પરત ફરતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget