શોધખોળ કરો

Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળી આવ્યો હથિયારોનો ખજાનો, બોમ્બ ડિફ્યૂઝ કરવા પહોંચી NSG

CBI Sandeshkhali Arms Recovered: પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સામે જાતીય સતામણી અને હિંસા માટે સમાચારમાં રહેતો સંદેશખાલી વિસ્તાર ફરી ચર્ચામાં છે.

CBI Sandeshkhali Arms Recovered: પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સામે જાતીય સતામણી અને હિંસા માટે સમાચારમાં રહેતો સંદેશખાલી વિસ્તાર ફરી ચર્ચામાં છે. શુક્રવારે (26 એપ્રિલ), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શેખ શાહજહાંના સહાયકના ઘરે દરોડા પાડ્યા અને ત્યાંથી મોટી માત્રામાં બંદૂકો અને દારૂગોળો જપ્ત કર્યો. નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSG)ની બોમ્બ સ્કવોડ ટીમને ત્યાંથી મળી આવેલા બોમ્બને ડિફ્યુઝ કરવા માટે તૈનાત કરવામાં આવી હતી.

સંદેશખાલીની આ તાજેતરની ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે બંગાળના સીએમ રાજ્યના ગૃહમંત્રી પણ છે અને જે રીતે આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા છે તે દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાના ષડયંત્ર સમાન છે.

સીબીઆઈએ સંદેશખાલીમાં આ હથિયારો જપ્ત કર્યા છે

સંદેશખાલીમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન દરમિયાન સીબીઆઈએ વિદેશી પિસ્તોલ સહિત અનેક હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. ઓછામાં ઓછી 12 બંદૂકો મળી આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ સર્ચ ઓપરેશન તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના સમર્થકો દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલાની ઘટના સાથે સંબંધિત છે.

ઈડીની ટીમ પર 5 જાન્યુઆરીએ સંદેશખાલીમાં હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ રાશન કૌભાંડના સંબંધમાં શેખના પરિસરમાં દરોડા પાડવા ગઈ હતી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે તપાસ દરમિયાન સીબીઆઈને માહિતી મળી કે સંદેશખાલીમાં મોટા પ્રમાણમાં હથિયારો છુપાવવામાં આવ્યા છે. બાદમાં શુક્રવારે સવારે સીબીઆઈની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું જ્યાંથી હથિયારો સાથે મળી આવેલા બોમ્બને ડિફ્યુઝ કરવા માટે એનએસજીની ટીમ તૈનાત કરવામાં આવી હતી.

ભાજપે કહ્યું- ગૃહમંત્રી મમતા બેનર્જીએ જણાવવું જોઈએ...

જંગી જથ્થામાં હથિયારોની રિકવરી પર, બંગાળ બીજેપીના સહ-ઈન્ચાર્જ અને પાર્ટીના આઈટી સેલના વડા, અમિત માલવિયાએ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અને મમતા બેનર્જીને ઘણા પ્રશ્નો પૂછ્યા. તેમણે લખ્યું, "ઇડી અધિકારીઓ પર હુમલાના સંદર્ભમાં દરોડા દરમિયાન, સીબીઆઇએ સંદેશખાલીમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. પશ્ચિમ બંગાળના ગૃહ પ્રધાન તરીકે, મમતા બેનર્જીએ જણાવવું જોઈએ કે ઇડીના અધિકારીઓ પર હુમલાના સંદર્ભમાં મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો છે. રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોનો આટલો મોટો ભંડાર કેમ છે? આ ખતરનાક છે.

તેમણે આગળ લખ્યું, બોમ્બને ડિફ્યુઝ કરવા માટે NSGને તૈનાત કરવામાં આવી છે પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે CBIને કેસની તપાસ કરતા રોકવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. શસ્ત્રોનો આ કન્સાઈનમેન્ટ બીજું કંઈ નહીં પણ દેશ સામે યુદ્ધ છેડી રહેલા આતંકવાદી કૃત્ય છે. જો કે, સવાલ એ છે કે મમતા બેનર્જી આટલા મોટા પ્રમાણમાં હથિયારો એકઠા કરી ચૂકેલા આતંકવાદીઓને કેમ બચાવવાનો પ્રયાસ કરી રહી છે?

કલકત્તા હાઈકોર્ટના આદેશ પર થઈ રહી છે તપાસ?

કલકત્તા હાઈકોર્ટના આદેશ પર કેન્દ્રીય એજન્સીએ 5 જાન્યુઆરીની ઘટનાઓ પર ત્રણ એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆર ભીડ દ્વારા દ્વારા ED અધિકારીઓ પરના હુમલો, તત્કાલિન ટીએમસી નેતા શેખ શાહજહાંના લોકો દ્વારા ED અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપો અને ED અધિકારીઓ પરના હુમલા સાથે સંબંધિત છે. ફેબ્રુઆરીમાં પશ્ચિમ બંગાળ પોલીસે શેખની ધરપકડ કરી હતી. લગભગ એક હજાર લોકોના ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં EDના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. આ પછી, એજન્સીના એક અધિકારીએ બસીરહાટના પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ કરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Embed widget