Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગ
Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગ
પાટણ જિલ્લામાં બેફામ દોડતા ડમ્પરે વધુ એકનો ભોગ લીધો. કાંસા-શિહોરી રોડ પર ડમ્પરે બાઈકને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત. રોષે ભરાયેલા લોકોએ ડમ્પરને લગાવી આગ. પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ.
આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ડમ્પરને આગ લગાવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકો દ્વારા વારંવાર અકસ્માતો સર્જવામાં આવે છે. ગામના લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ડમ્પરના અકસ્માતોની વારંવારની ઘટનાઓથી તેમનો જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિકોએ આ મામલે યોગ્ય કાર્યવાહી અને કડક પગલાંની માંગણી કરી છે. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.


















