WB By-election 2021 Result: ભબાનીપુરમાં CM મમતા બેનર્જીની મોટી જીત, BJP ઉમેદવારને 58 હજાર મતથી આપી હાર
પશ્વિમ બંગાળની ભબાનીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ભબાનીપુર સિવાય બે અન્ય બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઇ હતી જેમાં મુર્શિદાબાદ જિલ્લાની સમસેરગંજ અને જંગીપુર બેઠક સામેલ છે
Background
કોલકત્તાઃ પશ્વિમ બંગાળની ભબાનીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પશ્વિમ બંગાળમાં ભબાનીપુર સિવાય બે અન્ય બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઇ હતી જેમાં મુર્શિદાબાદ જિલ્લાની સમસેરગંજ અને જંગીપુર બેઠક સામેલ છે. ભબાનીપુર બેઠક પર પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે. આ બેઠકને ટીએમસી માટે સુરક્ષિત માનવામાં આવે છે.
જીત બાદ મમતા બેનર્જીએ શુ કહ્યં?
I have won the Bhabanipur Assembly bypolls with a margin of 58,832 votes and have registered the victory in every ward of the constituency: Chief Minister Mamata Banerjee in Kolkata pic.twitter.com/EjK8htjUmC
— ANI (@ANI) October 3, 2021
મમતાની મોટી જીત
પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભબાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58 હજાર 832 મતથી હરાવીને મોટી જીત હાંસલ કરી છે. મમતાની જીત બાદ ટીએમસીના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી હતી.
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee greets her supporters outside her residence in Kolkata as she inches closer to victory in Bhabanipur Assembly bypoll pic.twitter.com/S1FlBYTXAG
— ANI (@ANI) October 3, 2021





















