શોધખોળ કરો

Mukul Roy: પશ્વિમ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયનું 71 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Mukul Roy: પશ્વિમ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયનું 71 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Mukul Roy: ભૂતપૂર્વ રેલવે મંત્રી અને ટીએમસી નેતા મુકુલ રોયનું કોલકાતાના સોલ્ટ લેક સ્થિત એપોલો હોસ્પિટલમાં 1:30 વાગ્યે નિધન થયું હતું. તેમના પુત્ર શુભ્રાંશુ રોયે આ સમાચારની પુષ્ટી કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન થયું છે. શુભ્રાંશુ રોયે જણાવ્યું કે તેમના પિતા અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. તાજેતરમાં તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રવિવારે મોડી રાત્રે તેમનું નિધન થયું હતું. 

મુકુલ રોયે બંગાળમાં યુથ કોંગ્રેસ સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક સભ્યોમાં સામેલ રોય લાંબા સમય સુધી મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીના નજીકના સહયોગી રહ્યા હતા. મમતાએ શરૂઆતમાં મુકુલને પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા. ત્યારબાદ તેઓ દિલ્હીમાં ટીએમસીના એક અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા. તેઓ 2006 માં રાજ્યસભામાં ચૂંટાયા અને 2009 થી 2012 સુધી રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે સેવા આપી. જોકે, રોયે નવેમ્બર 2017 માં ટીએમસી છોડી દીધી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

પશ્ચિમ બંગાળમાં ટીએમસીને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી

મુકુલ રોયે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. આના પરિણામે 2011 ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી સત્તામાં આવી હતી. ટીએમસીના તત્કાલીન પાર્ટી મહાસચિવ તરીકે રોયના કાર્યકાળ દરમિયાન મોટી સંખ્યામાં સીપીએમ અને કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કર્યો. પરિણામે રોયે ઘણા અગ્રણી કોંગ્રેસ અને ડાબેરી નેતાઓને ટીએમસીમાં જોડાવામાં મદદ કરી હતી. દરમિયાન, પાર્ટીના કેટલાક નિર્ણયો અંગે તેમનો મમતા બેનર્જી સાથે મતભેદ થયો, જેના કારણે રોય ભાજપમાં જોડાયા હતા. 

2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે, તે વર્ષના જૂનમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં પાછા ફર્યા. જોકે, ટીએમસીમાં તેમની સક્રિય ભાગીદારી પહેલા જેટલી મજબૂત નહોતી. રોય તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા.                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget