BJP Nabanna March: મમતા સરકાર વિરુદ્ધ BJPએ ખોલ્યો મોરચો, હાવડામાં હિંસક ઝડપ, Suvendu Adhikariની કરાઇ અટકાયત
ભાજપે બંગાળની મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે
BJP Nabanna Abhiyan: ભાજપે બંગાળની મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. સચિવાલયનો ઘેરાવ કરવા આવેલા વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને લોકેટ ચેટરજીને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હાવડામાં સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. વિરોધીઓને વોટર કેનન દ્વારા વિખેરવામાં આવી રહ્યા છે. બંગાળમાં નબન્ના ચલો અભિયાન હેઠળ દેખાવો થઈ રહ્યા છે.
#WATCH | West Bengal: A group of BJP workers uses a boat to cross Tribeni river, Hooghly to reach Nabanna, in wake of the party's BJP's Nabanna Chalo march. Leaders of the party, including Suvendu Adhikari and Locket Chatterjee, were stopped enroute and detained by Police today. pic.twitter.com/JPFpc0j9aX
— ANI (@ANI) September 13, 2022
અગાઉ પોલીસે પશ્ચિમ બર્દવાન જિલ્લાના પાનાગઢ રેલ્વે સ્ટેશન પરથી ભાજપના ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી જ્યારે તેઓ બંગાળ ભાજપના નબન્ના સચિવાલય તરફ કૂચ કરવા જઈ રહ્યા હતા. પોલીસે પાર્ટીના અનેક કાર્યકરોને કસ્ટડીમાં લીધા છે. બોલપુર રેલવે સ્ટેશન પર ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. અહીં પણ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસ ભાજપના કાર્યકરોને Nabanna ચલો અભિયાનમાં ભાગ લેવા કોલકાતા જતા અટકાવી રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ભાજપના Nabanna ચલો અભિયાનને મંજૂરી આપી ન હતી.
Nabanna Abhiyan: Clash between BJP workers, police in Raniganj, Bolpur in WB; several detained
— ANI Digital (@ani_digital) September 13, 2022
Read @ANI Story | https://t.co/QgJREvJSSI#NabannaAbhiyan #WestBengal #BJP pic.twitter.com/qeDwSt5Ifj
પોલીસે રેલ્વે સ્ટેશનો પર બેરીકેટ લગાવી દીધા છે
ભાજપના કાર્યકરો ભાજપના Nabanna Abhiyanમાં સામેલ થવા ટ્રેનો દ્વારા કોલકાતા જઈ રહ્યા છે. જ્યારે પોલીસે રેલ્વે સ્ટેશનો પર બેરીકેટ્સ લગાવી દીધા છે. અહીં ભાજપના નેતા અભિજીત દત્તાએ કહ્યું, “અમારા 20 કાર્યકર્તાઓને પોલીસે દુર્ગાપુર રેલવે સ્ટેશન પાસે રોક્યા હતા. હું અન્ય માર્ગો દ્વારા અહીં પહોંચ્યો છું."
West Bengal | Buses carrying BJP workers, on way to Kolkata to participate in the Nabanna Chalo march, stopped by the police in North 24 Parganas pic.twitter.com/QGIUKlW22z
— ANI (@ANI) September 13, 2022
ભાજપે નબન્ના માર્ચ માટે ઘણી ટ્રેનો બુક કરાવી હતી
TMC સરકારના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભગવા પક્ષના 'નબન્ના અભિયાન' માં ભાગ લેવા પશ્ચિમ બંગાળના ભાજપના સમર્થકો મંગળવારે સવારથી કોલકાતા અને પડોશી હાવડા પહોંચી રહ્યા છે. ભાજપે રાજ્યના વિવિધ ભાગોમાંથી તેના પક્ષના સભ્યો અને સમર્થકોને મહાનગર અને હાવડા લાવવા માટે નબન્ના કૂચ માટે ઘણી ટ્રેનો પણ બુક કરી હતી. જેમાંથી ત્રણ ઉત્તર બંગાળમાંથી અને ચાર દક્ષિણ બંગાળમાંથી ભાડે રાખવામાં આવી હતી. ભાજપના કાર્યકરો પણ બસો દ્વારા નબાન્ના પ્રચાર માટે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવી રહ્યા છે.
તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા જોય પ્રકાશ મજુમદારે જણાવ્યું હતું કે ભાજપ તેની "સંકુચિત, પક્ષપાતી રાજનીતિ" માટે શહેરમાં અશાંતિ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમની જાળમાં ન ફસાય.