શોધખોળ કરો

West Bengal Election 2026 Voting: પશ્ચિમ બંગાળમાં મતદાન પૂર્ણ, તૂટ્યા તમામ રેકોર્ડ,આઝાદી પછીનું સૌથી વધુ મતદાન

West Bengal Assembly Election 2026 Phase 1 Voting: પશ્ચિમ બંગાળના 16 જિલ્લાઓની 152 બેઠકો પર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે.

West Bengal Election Voting: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળની 152 બેઠકો પર પ્રથમ તબક્કા હેઠળ મતો નાખવામાં આવ્યા હતા. બંગાળ ચૂંટણીના પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરશે. પશ્ચિમ બંગાળમાં જ્યાં TMC અને BJP વચ્ચે જોરદાર મુકાબલો છે.

બંગાળમાં રેકોર્ડ મતદાન

પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કાની 152 બેઠકો પર થયેલા મતદાનમાં 91.46 ટકા મતદાન નોંધાયું હતું.

આઝાદી પછીનું સૌથી વધુ મતદાન - CECનું મોટું નિવેદન

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આ વખતે આઝાદી પછીનું અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન થયું છે. એટલે કે આ બંને રાજ્યોમાં પ્રથમ વખત આટલી ઊંચી મતદાન ટકાવારી નોંધાઈ છે. તેમણે તમામ મતદારોની પ્રશંસા કરતા કહ્યું કે ચૂંટણી પંચ દરેક મતદારને સલામ કરે છે, જેમણે મોટી સંખ્યામાં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

CRPF જવાનો પર લોકોએ પથ્થરમારો કર્યો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અથડામણના સમાચાર સામે આવ્યા છે. બીરભૂમ જિલ્લાની દુબરાજપુર વિધાનસભા બેઠકના ખૈરાસોલ ઘુમર ગામમાં તૈનાત CRPF જવાનો પર લોકોએ પથ્થર ફેંક્યા હતા.

બમ્પર મતદાન TMCની જીતનો સંકેત: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અત્યાર સુધી થયેલા મતદાનથી સંકેત મળે છે કે તૃણમૂલ કોંગ્રેસ અત્યારથી જ જીતની સ્થિતિમાં છે. તેમણે કહ્યું, 'મને કોઈ પદમાં રસ નથી. મને ખુરશી નથી જોઈતી. હું બસ દિલ્હીમાં ભાજપ સરકારનો અંત ઈચ્છું છું.'

TMCના ગુંડાઓથી ડરતા નહીં: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, 'બંગાળમાં અત્યારે મને કેટલાક લોકો મળ્યા, જેઓ કહી રહ્યા હતા કે અમિતભાઈ, લોકો વોટ તો આપવા માંગે છે, પરંતુ ગુંડાઓથી ડરે છે. આ લોકોથી ડરતા નહીં. હું દીદીના ગુંડાઓને કહીને જાઉં છું કે, 29 તારીખે ઘરની બહાર ન નીકળતા, નહીં તો 5 તારીખ પછી અમે તમને સીધા કરી દઈશું.'       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Embed widget