કોરોનાથી સાજા થયેલા વ્યક્તિને બીજી કઇ બીમારી શરીરમાં ઘર કરી જાય છે? જાણો
coronavirusકોરોના વાયરસની બીજી લહેર સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે પડકારરૂપ સાબિત થઇ છે. .કોરોનાનો નવો સ્ટ્રેન વધુ સંક્રામક અને ઘાતક હોવાથી ડેથ રેટ પણ વધી રહ્યાં છે. કોવિડના વાયરસના સંક્રમણ બાદ શરીરમાં એક એવી બીમારી છે. તે ઘર કરી જાય છે. શું છે આ બીમારી જાણીએ
coronavirus:કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસની મહમારીની આ બીજી લહેરમાં નવો વાયરસ સ્ટ્રેનની સંક્રમણ ફેલાવવાની રફતાર તેજ હોવાની સાથે તે વધુ તીવ્રતાથી અટેક કરતો હોવાથી શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. જેના કારણે એક એવી બીમારી છે. જે દર્દીના શરીરમાં કોવિડ બાદ પણ ઘર કરી જાય છે. શું છે આ બીમારી અને ક્યા કારણે થાય છે. જાણીએ
કોરોના વાયરસની બીજી લહેરમાં વાયરસના ભંયકર સ્વરૂપે તાંડવ મચાવ્યું છે. સામાન્ય ભાષામાં સમજીએ તો વાયરસ મ્યટન્ટના કારણે વાયરસ વધુ તીવ્રતાથી અને ઝડપથી સંક્રમણ ફેલાવતો હોવાથી પોઝિટિવ કેસની સંખ્યા સાથે આ વાયરસ લોકો માટે જીવલેણ પણ સાબિત થયો છે. કોવિડ-19ના વાયરસ બાદ ફેફસાાંમાં સોજા આવી જાય છે અને તેની અસર હાર્ટ પર થતાં હાર્ટની આર્ટરી બ્લોકેજની સમસ્યા થાય છે. આ વાયરસના કારણે બ્લડ બ્લોટિંગની સમસ્યા હવે પણ જોવા મળી રહી છે. જેના કારણે કોવિડના પેશન્ટમાં હાર્ટ અટેકનું પ્રમાણ પણ વધી રહ્યુ છે.
કોવિડની આ બીમારી એક નહી અનેક સમસ્યા લઇ આવતી હોવાથી દર્દીની સમસ્યા વધી રહી છે. કોવિડના સંક્રમણ બાદ કેટલાક દર્દીમાં મ્યુકોરમાઇક્રોસિસની બીમારી થઇ રહી છે,, તો અન્ય પણ એક બીમારી છે. તે કોવિડના પેશન્ટમાં ઘર કરી જાય છે. કેટલાક કોવિડના કેસમાં કોવિડ બાદ ટાઇપ- 2 ડાયાબિટીશની બીમારી થવાની પણ શક્યતા રહે છે. કોરોનાના સંક્રમણ હ્દયના મસલ્સને નુકસાન પહોંચાડી શકે છે. આ ઇન્ફેકશન ધમની અને શિરાને પણ ડેમેજ કરે છે. આ સ્થિતિ બ્લડસકર્યુલેશનમાં અવરોધ ઉભો કરે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI